Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કાજલીમાં જુગાર રમતા ૯ ઝબ્‍બે

વેરાવળ, તા.૭: જુનાગઢ રેન્‍જ ડી.આઇ.જી.પી. મનિન્‍દર પ્રતાપસિંહ પવાર ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાએ પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય, જે અનુસંધાને એલ.સી.બી.ના ઇ.ચા.પોલીસ ઇન્‍સ.શ્રી કે.જે, ચૌહાણના માર્ગદર્શન હેઠળ,  એલ.સીબી સ્‍ટાફના માણસો એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર, હેડ કોન્‍સ. નરેન્‍દ્રભાઇ પટાટ, ભાવેશભાઇ મોરી તથા ડ્રા.હેડ કોન્‍સ. ગોપાલ મકવાણા નાઓ સોમનાથ મરીન પો.સ્‍ટે . વિસ્‍તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય દરમ્‍યાન હકીકત આધારે કાજલી ગામના ઘુસડનો પા વાડી વિસ્‍તારમાં જુગાર અંગે રેઇડ કરી રોકડ રૂ .૪૭,૪૯૦ / તથા મોબાઇલ નંગ -૦૯ ક.રૂ .૪૫,૦૦૦/  તથા મો.સા.નંગ ૦૩ કી.રૂ .૬૦૦૦૦ / મળી કુલ કી. રૂ.૧,૫૨,૪૯૦/ના મુદામાલ સાથે આરોપી (૧) અફજલ અલીમહમદ સુમરા રહે.કાજલી (૨) આરીફભાઇ મુસાભાઇ ગોહેલ રહે. પાટણ (૩) અલ્‍તાફભાઈ ઇસાભાઇ સુમરા રહે કાજલી (૪) સાકીબભાઇ અલીભાઇ ગઢીયા રહે. પાટણ (૫) શબ્‍બીરભાઇ સુલેમાનભાઇ ગઢીયા રહે.પાટણ (૬) શકીલભાઇ અલીભાઇ ગઢીયા રહે.- પાટણ (૭) મુસ્‍તાકભાઇ યુસુફભાઇ મહિડા , રહે . પાટણ (૮) શાકીરભાઇ સલીમભાઇ શેખ રહે.પાટણ (૯) દિલાવરભાઇ બાબુભાઇ સુમરા રહે. કાજલી ગામ વાળાઓને અટક કરી સો.મરીન પો.સ્‍ટે. ખાતે જુગાર ધારા અંગેનો ગુનો રજી. કરાવેલ છે.

(1:06 pm IST)