Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ઓમ ઇજનેરી કોલેજના કમ્‍પ્‍યુટર વિભાગના છાત્રોનું સંશોધન

જૂનાગઢ : ભેસાણ રોડ સ્‍થિત ઓમ એજયુકેશન કેમ્‍પસ મા ઇજનેરી કોલેજના કમ્‍પ્‍યુટર વિભાગના છાત્રો દ્વારા ઘર, રેસ્‍ટોરન્‍ટ અને ઉદ્યોગ જગતમાં ઉપયોગી આગ પર કાબુ મેળવવા માટે ઓટોમેટિક ફાયર ફાઈટર ડિવાઇસ બનાવ્‍યું. આ ફાયર ફાઈટર ઘર, રેસ્‍ટોરન્‍ટ અને ઉદ્યોગ જગતમાં જયારે આગ લાગવાના બનાવ બને ત્‍યારે ઓટોમેટિક પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવા માટે ઉપયોગ માં આવશે. જેમાં સ્‍મોક ડિટેક્‍ટર સેન્‍સર, હીટ ડિટેક્‍ટર સેન્‍સર તેમજ ઈન્‍ટરનેટ ઓફ  થિંગ્‍સનો  ઉપયોગ કરીને જયાં પણ આગ લાગી હોય ત્‍યાં તેને ઓટોમેટિક ડિટેક્‍ટ કરી ને તરત જ ફાયર પર પાણીના પ્રવાહ દ્વારા આગ પર નિયંત્રણ મેળવી શકાય છે. આ ફાયર ફાઈટર ટ્રક ગોંડલિયા તૃષલ, સાણંદિયા મનન, સાકરીયા હાર્દિક  તેમજ વાઢેર નિヘય એ ફેકલ્‍ટી ના માર્ગદર્શન હેઠળ બનાવ્‍યો હતો. આ પ્રોજેક્‍ટને કોલેજ લેવલ ના પ્રોજેક્‍ટ ફેર માં પ્રથમ ક્રમ આપીને બિરદાવવામાં આવ્‍યો હતો. આ સંશોધન બદલ સંસ્‍થાના ટ્રસ્‍ટી, ડિરેક્‍ટર, પ્રિન્‍સિપાલ તેમજ ડીપાર્ટમેન્‍ટ ના હેડ એ વિદ્યાર્થીઓને બિરદાવ્‍યા હતા.

(1:06 pm IST)