Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

દિવસે તગારા વેંચીને રાત્રીના ચોરી કરતા જુનાગઢમાંથી ચીખલીગર ગેંગના ૪ ની ધરપકડ

મેંદરડા પંથકમાં ચોરીને અંજામ આપે તે પહેલા જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ર.૯૮ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૭:  મેંદરડા પો. સ્‍ટે. વિસ્‍તારમાં ચોરીને અંજામ આપવા જનાર આંતરરાજય ચીખલીગર ગેંગના ચાર ઇસમોને કણજાધાર પાસેથી રોકડા રૂા. ૪૮,ર૦૦ તથા મો. ફોન. ર કિ. રૂ. ર૦ હજાર તથા ચોરીમાં ઉપયોગ કરેલ ફોર વ્‍હીલ કાર ૧ કિ. રૂા. ર લાખ તથા મો. સા. ૧ કિ. ૩૦ હજાર મળી કુલ કિ.ર,૯૮,ર૦૦/- ના મુદ્દામાલ સાથે દબોચી લઇ કેશોદ તથા વેરાવળના ઘરફોડના બે અનડીકટેકટ ગુન્‍હાઓ ક્રાઇમ બ્રાન્‍ચ, જુનાગઢ ની ટીમ ડિટેઇટ કર્યા છે.
પોલીસે શેરસિંગ ઉર્ફે સુરજસિંગ સ-ઓ રણજીતસિંહ ઉર્ફે ગીડાસીંગ મંગલસિંગ તીલપીતીયા ચીખલીગર સરદારજી ઉ.૪૦ રહે. જામનગર, મહાકાલી સર્કલ, ખેતીવાડી ચોકડી, એરફોર્સ રોડ, સ્‍મસાન બાજુમાં ઝૂપડપટ્ટીમાં, મુળ વડોદરા સયાજી પાર્ક, એકતાનગર, એકસન દવાખાના પાછળ, પાણી ગેઇટ પોલીસ ચોકી બાજુમાં પ્‍યારાસિંગ સ-ઓ હજારસિંગ પરધાનસિંગ ખીચ્‍ચી ચીખલીગર સરદારજી ઉ.૩પ રહે. અમદાવાદ ભાયપુરા, પંજાબી તાળા વાલેકી ચાલી, ખોખરા હીરાસીંગ સ-ઓ લક્ષમણસિંગ હશીયારસિંગ પટવા ચીખલીગર સરદારજી ઉ.૩૩ રહે. બાવલા, પઢારવાસ વિસ્‍તાર અને દિપસિંગ સ-ઓ સુરજસિંગ રણસિંગ બાવરી ચીખલીગર સરદારજી ઉ.વ.૩૧ રહે. માંગરોળ, શાપુર રોડ, ગોકુલ મીલ પાસે, ઉદ્યોગનગર, મુળ કેશોદ કોર્ટ પાછળ ધારની ધરપકડ કરી છે.
પકડાયેલ ઇસમો પૈકીનો એક ઇસમ માંગરોળ ખાતે રહી ગામે ગામે ફરી તગારા વેચવાનું કામ કરી દિવસ દરમ્‍યાન બંધ મકાનોની રેકી કરી રાત્રીના સમયે તેની ગેંગના અન્‍ય માણસો સાથે મળી રાત્રી દરમિયાન એકી સાથે દસથી બાર મકાન દુકાનના તાળા નકુચા ગણીયો ડીસમીસ હથોડી જેવા હથીયારોથી તોડી ઘરફોડ ચોરીના ગુન્‍હાઓ આચરે છે.
આ કામગીરી જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાાિનરીક્ષક  મનીન્‍દર પ્રતાપસિંહ પવાર તેમજ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટીની સુચનાથી પો.ઇન્‍સ. એચ.આઇ.ભાટી પો.સ.ઇ. ડી.જી.બડવા એએસઆઇ વિજયભાઇ બડવા, નિકુલ એમ. પટેલ તથા પો.હેડ કોન્‍સ. યશપાલસિંહ જાડેજા, પ્રકાશભાઇ ડાભી, જીતેશ મારૂ તથા પો.કોન્‍સ. દિપકભાઇ બડવા, દિવ્‍યુેશભાઇ ડાભી, મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા.પો. કોન્‍સ. વરજાંગભાઇ બોરીચા તથા વંથલી પો.સ્‍ટે.ના એ.એસ.આઇ એન.આર.વાઢેર તથા પો.કોન્‍સ. દિનેશભાઇ સીસોદીયા, જતીનભાઇ મહેતા, મીલનભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફે કરેલ છે

 

(1:04 pm IST)