Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કાલે જુનાગઢમાં પ્રબોધસ્‍વામીજીની ઉપસ્‍થિતિમાં આત્‍મીય સ્‍નેહમિલનઃ સુવર્ણ દિક્ષા ઉત્‍સવ અને ગુરૂભકિત ઉત્‍સવ સભા સહિતના કાર્યક્રમો

 (વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૭: જુનાગઢમાં આવતીકાલે બુધવારના રોજ વેસ્‍ટર્ન પાર્ટી પ્‍લોટ ઝાંઝરડા ચોકડી ખાતે સાંજે ૭ કલાકથી રાત્રી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
જેમાં હરિપ્રસાદ સ્‍વામીજીની જીવન ભાવના આત્‍મીયતા અને સુહદભાવતે વધુ જીવંત બનાવવા પ્રગટ ગુરૂ હરિ પ્રબોધસ્‍વામીજી જુનાગઢ પધારી રહ્યા છે. તેમની ભાગવતી દિક્ષાના પ૦ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે સુવર્ણ દિક્ષા અને ગુરૂભકિત ઉત્‍સવમાં અને સભામાં સૌ હરિભકતોને પધારવા નિમંત્રણ અપાયુ છે. જેમાં સાંજે ૭ કલાકથી ૮-૧પ સુધી મહાપ્રસાદ અને રાત્રે ૮.૪પ કલાકે સભા યોજાશે જેનો આમંત્રિતો એ લાભ લેવા હરિભકત હાર્દિેકભાઇ બાબરીયાએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

 

(1:03 pm IST)