Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જૂનાગઢમાં જુગાર રમતી છ મહિલાની ધરપકડ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૭ : જૂનાગઢમાં જાહેરમાં જુગાર રમતી છ મહિલાની ધરપકડ કરી રૂા. ૫૪૪૦ની રોકડ કબ્‍જે કરી હતી.
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર સિધ્‍ધનાથ મહાદેવ મંદિર પાસે આવેલ રાજ મહેલ એપાર્ટમેન્‍ટના પાર્કીંગમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો.
જેમાં પોલીસે રંજનબેન અનીલભાઇ કોટેચા, જશુબેન જમનભાઇ વાછાણી, ધારાબેન નિલેશભાઇ ઉનડકટ, જયાબેન ભુપતભાઇ દોમડીયા અને ઉષાબેન જગદીશભાઇ બથીયા નામની મહિલાને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધી હતી.
પોલીસે મહિલાઓ પાસેથી રૂા. ૫૪૪૦ની રોકડ કબ્‍જે કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પોશ વિસ્‍તાર રાજ મહેલ એપાર્ટમેન્‍ટમાં પાર્કીંગમાંથી જુગાર અખાડો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી.

 

(12:58 pm IST)