Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રોજમદાર મહિલા સફાઇ કામદારો દ્વારા ટાવર ઉપર ચડીને ગળામાં દોરડા નાખીને આત્‍મવિલોપનનો પ્રયાસ : ૧૫ની અટકાયત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રોજમદાર મહિલા સફાઈ કામદારો દ્વારા આત્‍મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતાᅠ ૧૫ ની અટકાયત કરવામાં આવી હતી.
રોજમદાર સફાઇ કામદારો દ્વારા કાયમી કરવાની માંગ સાથે નગર ગેટ પાલિકાના ટાવર ઉપર ચડીને દોરડા ગળામાં નાખીને આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે ઘટના સ્‍થળે પહોંચીને તમામની અટકાયત કરી હતી તંત્ર કે પોલીસને જાણ કર્યા વગર આત્‍મવિલોપનનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
ખંભાળીયા નગરપાલિકાના મૂલી મજૂરો  પડતર માંગણીઓને લઇને નગરનાકા પાસેના ટાવર નીચે આત્‍મહત્‍યાનો પ્રયાસ કરે તે પહેલા પોલીસ અને મહિલા પોલીસ દ્વારા નટુભાઇ ગણાત્રા પ્રેરીત મૂલી મજૂરોનો આત્‍મહત્‍યાનો પ્રયાસ પહેલા જ અટકાયત કરી પોલીસ સ્‍ટેશન લઇ જવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ જામીન પર ઉપર છૂટકારો કરવામાં આવ્‍યો હતો.

 

(1:07 pm IST)