Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પડધરી પાસે ગેરકાયદે રેતીખનન ઉપર સ્‍ટેટ વિજીલન્‍સનો દરોડો ૧.૯૭ કરોડના વાહનો કબ્‍જે

હરીપરખારી ગામ આજી-૩ ડેમની કિનારાવાળી જગ્‍યાએથી હિટાચી ૮ ડમ્‍પર, ૭ બોટ સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરી પડધરી પોલીસને સોપાયો

તસ્‍વીરમાં પકડાયેલ ડમ્‍પરો, હિટાચી મશીન બોટ સહિતના સાધનો નજરે પડે છે.(૬.૧૭)

પડધરી તા. ૭ : પડધરી પાસે હરીપરખારી ગામ પાસે આજી-૩ ડેમના કિનારે ગેરકાયદે રેતીખનન ઉપર ગઇકાલે સ્‍ટેટ વિજીલન્‍સ ટીમે દરોડો પાડી ૧.૯૭ કરોડનો મુદ્દામાલકબ્‍જે કરતા રેતીખનન કરતા તત્‍વોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

આશીષ ભાટીયા આઇપીએસ પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી ગાંધીનગર તથા નીરજા ગોટરૂ આઇપીએસ, અધિક પોલીસ મહાનિદેશક, સ્‍ટેટ મોનીટરીંગ સેલ તથા નિર્લિપ્‍ત રાય આઇપીએસ, પોલીસ અધિક્ષક, સ્‍ટેટ મોનીટરીંગ સેલનાઓએ આપેલ સુચના આધારે કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્‍ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ સ્‍ટેટ મોનોટરીંગ સેલ,ને બાતમી હકિકત મળેલ કે,  પડધરી તાલુકાના હરીપરખારી ગામ આજી-૩ ડેમના કિનારાવાળી જગ્‍યાએ ટીનુભા જાડેજા, રહે. ખાખડાબેલા, તા.પડધરી, જિ.રાજકોટ તથા માંડાભાઇ ભરવાડ, રહે. હરીપર ખારી ગામ, તા.પડધરી, જિ. રાજકોટવાળા કોઇ ખાણ ખનીજ વિભાગની લીઝ કે મંજુરી લીધા વગર બેફામ રેતી ચોરી કરી રહેલ છે. તે માહિતી આધારે સ્‍થળ ઉપર રેઇડ કરતી સ્‍થળ ઉપરથી હિટાચી મશીન વાહન ૧ કિ. રૂા.પ૦.૦૦.૦૦૦ ડમ્‍પર વાહનો નંગ-૬ કિ. રૂા.૧,ર૦,૦૦૦ બે ડમ્‍પર વાહનોમાં ભરેલ સાદી રેતી (ખનીજ) કુલ વજન ૪૪.૮ર મેટ્રીક ટન કિ. રૂા.૧પ,ર૩૮ રેતી ડેમમાંથી કાઢવા ઉપયોગમાં લેવાતી નાની-મોટી બોટ નં.૭ કિ. રૂા.ર૬,૦૦,૦૦૦ તથા ટુ-વ્‍હિલર વાહન નંગ-૪ કિ. રૂા.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૯૭,૧પ,ર૩૮ ની મુદામાલ કબ્‍જે કરી રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પડધરી પોલીસ સ્‍ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છ.ે 

(12:55 pm IST)