Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ધ્રોલના લતીપર-ટંકારા હાઇ-વે ઉપરના આજી નદીના પુલ ઉપરથી ટ્રક નીચે ખાબકયો : જાનહાની નથી

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ,તા.૭ :  જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ટંકારા હાઈવે સ્ટેટ હાઇવે ઉપર આવેલ આજી નદી પાસે પુલ ઉપરથી આજે વહેલી સવારે ટ્રક નીચે ખાબક્યો હતો આ અકસ્માતના બનાવમાં સદનશીબે કોઈ જાનહાનીના  સમાચાર નથી.

પ્રાથમિક મળતી માહિતી મુજબ લતીપર ટંકારા હાઈવે ઉપર આજી નદીના પુલ ઉપર સપ્તાહમાં આ બીજો બનાવ બન્યો છે

 અગાઉ આ પુલ પરથી પસાર થતી કાર ખાબકી હતી અને આ પુલની રેલિંગ કે પુલની સલામતીની કોઈ  વ્યવસ્થાના અભાવે આ પુલ પર વારંવાર અકસ્માતના બનાવો સર્જાતા હોવાની  ફરિયાદો ઊઠી છે ત્યારે આ પુલની સલામતી સામે અનેક સવાલો વચ્ચે   રેલિંગ નાખવાની માગણી ઉઠી છે.

(12:54 pm IST)