Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જામનગર પંચકોશી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાઠોડ ૫૦ હજારની લાંચ લેતા ધરપકડ

કારમાં સવાર બે મિત્રોને દારૃનો કેસ અને કાર કબ્જે નહી કરવાના બદલામાં માંગી હતી લાંચ : આરોપી મૂળ એએસઆઇમાં ભરતી થયેલ : હાલ ૧૧ મહિના માટે પીએસઆઇનું પ્રમોશન આપેલ છે : ૧૧ મહિના પછી મૂળ રેન્કમાં આવી જાય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ : જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એડહોક પીએસઆઇ જે.કે. રાઠોડ ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયાઙ્ગ છેઙ્ગ કારમાં સવાર બે મિત્રોને દારૃનો કેસ અને કાર કબ્જે નહીં કરવાના બદલામાંઙ્ગ લાંચ માંગી હતી.

ફરિયાદી તથા તેના મિત્ર પોતાની કાર લઈ જતા હતા તે દરમિયાન આરોપીએ તેમની કાર રોકાવી બંને દારૃ પીધેલા છે તેવું જણાવી તેમના વિરૃદ્ઘ દારૃ પીવાનો કેસ કરી, કાર કબજે કરવી પડશે તેવું જણાવેલ. અને આ કામના આરોપી એ ફરિયાદી તથા સાહેદ ને જણાવેલ કે જો દારૃનો કેસ ના થવા દેવો હોય તો બંનેએ ૫૦-૫૦ હજાર રૃપિયા આપવા પડશે તેવું જણાવતા, રકજક ના અંતે બંને ના થઈ લાંચ પેટે કુલ રૃ.૫૦,૦૦૦ની માંગણી કરેલ.પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી તેવો એ એસીબી ટોલ ફ્રી નં.૧૦૬૪ પર સંપર્ક કરેલ.ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ. અને લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ આ કામના ફરિયાદી પાસે લાંચના રૃ.૫૦,૦૦૦ની ગેરકાયદેસર માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી, લાંચ ની રકમ સ્વીકારી, પકડાય ગયા હતાઙ્ગ

આરોપીનું કોવીડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ ડિટેઇન કરેલ છે.

ટ્રેપિંગ અધિકારી તરીકે એ. ડી. પરમાર,પોલીસ ઇન્સ્પેકટર,જામનગર તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા એસીબી પો.સ્ટે.નો સ્ટાફ અને સુપરવિઝન અધિકારી એ.પી.જાડેજા ,મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ, રાજકોટ હતા.

(1:08 pm IST)