Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પોરબંદર સિપાઇ જમાતની લોકશાહી ઢબે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખપદે ફેઝલખાન પઠાણનો વિજય

પોરબંદર તા. ૭ : સમસ્ત સિપાઇ જમાતની લોકશાહી ઢબે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખપદે ફેઝલખાન પઠાણનો વિજય થયેલ છે.

સમસ્ત સિપાઇ જમાતના પ્રમુખ તેમજ મેનેજીંગ બોર્ડના સભ્યોની લોકશાહી ઢબે ચુંટણી યોજાઇ હતી. મોટી સંખ્યામાં મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. આ ચુંટણી દરમીયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતું. મતદાન મથકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. ચુંટણીના પરિણામની સતાવાર જાહેરાત થઇ હતી.અને ફેઝલખાન હાજીબશીરખાન પઠાણ જીતી ગયા છે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ટોટલ ૯૮૬ મતદારો હતા જેમાં ૬૯૩ મતદારોએ મતદાન કર્યું હતું.૯ મતો ટેકનીકલ કારણોસર રદ થયા હતા. જેમાંથી ફારૃકખાન હાજીહુસેનખાન શેરવાનીને ૩ર૯ મત મળ્યા હતા વિજેતા પ્રમુખ ફેઝલખાન પઠાણને ૩પપ મત મળ્યા હતા.

સમસ્ત સિપાઇ જમાતની આ ચૂંટણીમાં સમાજના ટ્રસ્ટ બોર્ડની આગેવાનીમાં યોજાઇ હતી જેમાં સલીમ ઉમર રાઠોડ, હાજી આસીફ મહમદ ચૌહાણ, હાજી લીયાકતઅલીખાન હાજીહુસેનખાન શેરવાની, મુસ્તાક હાજી રહેમાન મલેક, ઇમરાનખાન કાસમખાન પઠાણની આગેવાનીંમાં હતી.

(12:52 pm IST)