Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

લગ્નની લાલચ આપી છેતરપીંડી કરનાર જામનગરના ગુન્‍હાનો આરોપી ઝડપાયો

જામનગર,તા.૭ :  સીટી સી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ફસ્‍ટ ગુ.ર.નં-૨૦/૨૦૧૫ ઇપીકો કલમ-૪૦૬,૪ર૦,૧૨૦ (બી) વિ. મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી હરેશભાઇ ઉર્ફે કુરેશી અહેમદભાઇ ઉર્ફે બાબભાઇ ઇમામભાઇ રહે.મક્કા મસ્‍જીદવાસ મેલડી માતાના મંદીર પાસે નંદાસણ તા .કડી જિ. મહેસાણાવાળો હાલ મહેસાણા પાસે આવેલ લાખવડ ગામમાં રહે છે જે આ આરોપીએ ૨૦૧૫ મા જામનગર ના યુવકને લગ્નની લાલચ આપી રૂ.૧ લાખ ૭૦ હજાર ની છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરેલ તેમજ આવી જ રીતે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમા લગ્ન કરાવવાના બહાને લોકો પાસેથી લાખોની છેતરપીંડી આચરેલ હોય અને આ ગેંગનો મુખ્‍ય માસ્‍ટર માઇન્‍ડ આરોપી હોય જે આ છેલ્લા ૭ વર્ષથી જામનગરના ગુનામા નાસતા-ફરતા લીસ્‍ટેડ આરોપી અહેમદ કુરેશીને ઉપરોકત ટીમ બાતમી આધારે મહેસાણા ખાતે જઇ આરોપીની તપાસમાં રહેલ અને મહેસાણા પાસેના લાખવડ ગામેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર સીટી સી.ડીવી.પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ છે.આ કામગીરી પેરોલ/ફર્લો સ્‍કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા પો. હેડ કોન્‍સ.લખધીરસિંહ જાડેજા,રાજેશભાઇ સુવા,કરણસિંહ જાડેજા,ગજેન્‍દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્‍લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્‍સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ. હેડ કોન્‍સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. બંળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે. 

(12:51 pm IST)