Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પોરબંદર : બગીચા બનાવવા પાલીકાના કરેલ ઠરાવની માહીતી માટે આર.ટી.આઇ.

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૭:  સામાજીક કાર્યકર અને આરટીઆઇ એકટીવીસ્ટ દિનેશભાઇ  વી. માંડવીયાએ  નગર પાલીકાના ચીફ ઓફીસર અને જાહેર માહીતી અધિકારી પાસે નીચેની વિગતે માહીતી માંગેલ છે કે ખીજવડી પ્લોટ  આવેલ છે. પોરબંદર છાંયા સંયુકત નગર પાલીકા હાલ બગીચાનું નિર્માણ કરી રહી છે. આ બગીચો બનાવવા માટે નગર પાલીકાએ જે દસ્તાવેજોને આધારે ઠરાવ કરેલ હોય તે તમામ કાગળોની પ્રમાણીત નકલ ઠરાવની નકલ સહિત નગર પાલીકા કચેરીમાં આ સંબંધે ઉપલબ્ધ તમામ કાગળોની પ્રમાણીત નકલ આપવા જણાવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર-છાંયા સંયુકત નગરપાલીકાની હદમાં ખીજદડી પ્લોટ આવેલ છે. જુના પોરબંદર રાજય દ્વારા તેમજ એડમીનીસ્ટ્રેટર  શાસન દરમ્યાન તેમજ ભારત સ્વતંત્ર થતા સૌરાષ્ટ્ર રાજય અમલમાં આવતા જે તે સમયે પોરબંદર રાજયે ખીજદડી પ્લોટ ઉપરવાસમાંથી આવતી લોકમાતાઓ ભાદર-ઓઝત-મધુવંતી પુરની છેલ્લા તથા ગોસાબારામાં ગોપનાથ ડુંગરમાંથી આવતી મિણસાર નદીના પાણી પાછા ઠેલાતા અને રાણાવાવ તાલુકાના મોકરના રણમાંથી થઇ રાણાવાવ-પીપળીયા, રાંધાવાવ, રતનપર, છાંયા-પોરબંદરના રણ પ્રવેશ કરતા આ પુરના પાણી અસ્માવતી નદીના પ્રવાહ ખાડી (અસ્માવતી નદી) તથા રતનપર છાયા પાસે બીજો પ્રવાહ ફંટાતા છાયાના રણ પ્રવેશી પોરબંદર રણ પ્રવેશ રણ ઓવરફલો થતા હાઇવે ગરનારા પુલ નીચેથી પાણી ખીજદડી પ્લોટ-ખાડ (રણ)માં પ્રવેશ કરી ખીજદડી પ્લોટ ખુલ્લા મેદાનપાણીનો અનામત પ્લોટ પાણીના નિકાલ માટે રાખેલ છે. આ ઉપયોગમાં જાહેર હિતાર્થે અનામત છે.

ઉલ્લેખનીય છે કે પોરબંદર જીલ્લા સર્વપ્રથમ કલેકટર મનોજકુમાર દાસના સમયગાળામાં પોરબંદરનગર પાલીકાએ બગીચો તેમજ બાલ ક્રીડાંગણ બનાવવા આયોજન કરેલ અને જે તે સમયે લોક જાગૃતી દાખવી પત્રકારો હેમેન્દ્રકુમાર એમ.પારેખ તથા હિતેષ ઠકરારે સખત વાંધો ઉઠાવતા લેખીતમાં કલેકટરશ્રીને રજુઆત કરતા તેઓરી જુનુ રેકર્ડ જોવડાવી જાત અભ્યાસ કરી ભૌગોલીકતા વિગેરે ઉંડાણ પુર્વક તપાસ સંબંધીત સ્પર્શ કચેરીના જવાબદાર અધિકારી-કર્મીઓ પાસેથી જાણકારી મેળવી ખીજદડી પ્લોટ પાણી િાનકાલનો મોટો ખાડ છે અને ૧૯૮૩ના ફલડ પરિસ્થિતિની જાણકારી મેળવી આ ખીજદડી પ્લોટ કાયમ અનામત રાખવા તેમજ અન્ય રીતે ઉપયોગ કરી શકાય નહી તેવો કાયમી મનાઇ હુકમ આપેલ છે. જે અમલમાં છે.

(12:51 pm IST)