Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વિસાવદર રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સનાં પ્રમુખપદે આસીફ કાદરી, મંત્રી અમિતપુરી ગૌસ્‍વામી,ખજાનચી કિશોર સાગઠીયા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૭: વિસાવદર રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સ વિસાવદરના સ્‍થાપક પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, વર્તમાન પ્રમુખ કૌશિકપુરી ગૌસ્‍વામી, પૂર્વ પ્રમુખ રમણીકભાઇ ગોહેલ, ઈલ્‍યાસભાઈ મોદી,મધુભાઈ કચ્‍છી ફેજાન શામદારનીયોજાયેલ બેઠકમાં વર્ષ ૨૦૨૨/૨૩ નાં રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સનાં પ્રમુખ તરીકે આસીફમીયા કાદરી, મંત્રી અમિતપુરી ગૌસ્‍વામી,ખજાનચી કિશોર સાગઠીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

‘જ્‍યાં વસે વીર એ આપણું ગીર' નાટક યોજાયુ

વિસાવદર સરદાર પટેલ સંકુલ-માંડાવડ ખાતે વન વિભાગ-જુનાગઢના સહયોગથી પુષ્‍પાંજલિ સંસ્‍થા અમદાવાદના ડાયરેકટર આશિષ ગાંધી અને કલાકારોની અભિનય સાથે  વન્‍ય પ્રાણી સાથે જનજાગળતિના ઉમદા  સંદેશ સાથે શ્રી વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે નાટક રજુ થયુ હતુ. આ નાટક ‘જ્‍યાં વસે વીર એ આપણું ગીર' ના લેખક - અક્ષય પટેલ,દિગ્‍દર્શક -આશિષ ગાંધી, નિર્માતા-નીલ ગાંધી સહિતના કલાકારોએ ઉત્‍કળષ્ટ  રજુઆત કરી હતી.આ પ્રસંગે સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી જે.કે.ઠેસિયા,માનવ સેવા સમિતિના અધ્‍યક્ષ રમણીકભાઇ દુધાત્રા, રમણીકભાઇ ગોહેલ, વિપુલ લાલાણી, વન વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે જાબુડી નર્સરીના પાયાના બાલાભાઈ મહેતાનુ સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. નાટકને બાળકોએ મન મૂકીને માણ્‍યુ હતુ. આર.એફ.ઓ.વિક્રાંત જાડેજાએ કાર્યક્રમના સંકલન માટે શાળા સંકુલના આયોજકોની સરાહના કરી હતી.સંચાલન સોનલબેન ડોબરીયાએ કર્યું હતું. ટ્રસ્‍ટી મંડળ વતી મધુભાઈ પટોળીયાએ ખુશી વ્‍યકત કરી હતી. પ્રિન્‍સિપાલ -ફૂલ વાડોદરિયા   તથા સ્‍ટાફે જહેમત ઉઠાવી.

વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિસાવદર રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસના માર્ગદર્શન તળે શ્રી વી.ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વન વિસ્‍તરણ વિભાગના કર્મચારીઓ, સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી જે.કે. ઠેસિયા,માનવ સેવા સમિતીના પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા,વનવિભાગના રાઠોડ,વલ્લભભાઇ નાકરાણી, પ્રિન્‍સીપાલ વાડદોરીયા સ્‍ટાફ વિગેરેએ વળક્ષારોપણ કર્યું હતુ.

(12:50 pm IST)