Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જૂનાગઢ નેચર ફસ્‍ટ અને ઉષા બ્રેકો કંપનીની રોપવેની ટીમ દ્વારા ગિરનાર પર પ્‍લાસ્‍ટિક મુક્‍ત અભિયાન

જૂનાગઢ, તા. ૭ :  વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી લગભગ તમામ સરકારી સંસ્‍થાઓ સંગઠનનો અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્‍યારે ઘણા લાંબા સમયથી પ્રકળતિની ચિંતા કરતી એનજીઓ નેચર ફર્સ્‍ટના યુવાનોએ ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ આને ગિરનાર રોપ વે ના સ્‍ટાફના સહયોગથી ગિરનાર ઉપર અંબાજી મંદિરના પાછળના ભાગે પ્રકળતિ માટે ઝેર સમાન જંગલને પ્‍લાસ્‍ટિક મુક્‍ત કરવાનું અભિયાન હાથ ધર્યું હતું નેચર ફર્સ્‍ટના યુવાનો સાથે ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ તેમજ સ્‍થાનિક ગિરનાર રોપ વે ના અધિકારીઓ તેમજ સ્‍ટાફના યુવાનો જોડાયા હતા વિશ્વ પર્યાવરણ દિવસને લઈને ઘણી બધી સરકારી સંસ્‍થાઓ અર્ધ સરકારી સંસ્‍થાઓ એનજીઓ દ્વારા આ દિવસની અલગ-અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં જૂનાગઢમાં ઘણા લાંબા સમયથી નિસ્‍વાર્થ ભાવે પ્રકળતિની સતત ચિંતા કરતા યુવાનોની સંસ્‍થા નેચર ફર્સ્‍ટ દ્વારા ગિરનાર પર પ્‍લાસ્‍ટિક મુક્‍ત અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું આ અભિયાન માટે ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરતા કંપનીના અધિકારી દીપકભાઈ કપલીશ દ્વારા યુવાનોની આ વાતને વધાવી લઇ શકય એટલો સહયોગ આપવા અને અભિયાનમાં તેમની પણ ટીમ સહયોગ માટે સાથે જોડાશે તેવી ખાતરી આપી હતી ઉષા બ્રેકો તેમજ નેચર ફર્સ્‍ટ ના મળી ૩૫ જેટલા યુવાનોએ મિશન નેચર ફર્સ્‍ટમાં ભાગ લીધો હતો પ્રકળતિના જતન માટે સતત કામ કરતી સંસ્‍થા નેચર ફર્સ્‍ટ ની ટીમ તથા ઉષા બ્રેકો ફાઉન્‍ડેશન (ગિરનાર રોપવે)ના સહયોગથી  પર્યાવરણ દિવસ ની ઉજવણીના ભાગરૂપે ગિરનાર ઉપર અંબાજી મંદિરની પાછળના જંગલ વિસ્‍તારમાં ૩૯ ,મું પ્‍લાસ્‍ટિક મુક્‍તિ અભિયાન યોજવામાં આવ્‍યું હતું એનજીઓ તેમજ રોપવેના અધિકારીઓ અને સ્‍ટાફના ૩૫ જેટલા યુવાનોએ આ પ્‍લાસ્‍ટિક મુક્‍તિ અભિયાન દરમિયાન આશરે ૧૦૦૦ કિલો જેટલા પ્‍લાસ્‍ટિકના જથ્‍થાનો નાશ કરાયો હતો.

(12:50 pm IST)