Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જૂનાગઢમાં સમસ્‍ત બ્રહ્મસમાજ યુવા ટ્રસ્‍ટ દ્વારા સર્વ જ્ઞાતિ સદભાવના કપ-ટી-૧૦ ટુર્નામેન્‍ટ યોજાઇ : ફાઇનલમાં નહેરૂ સમાજની ટીમ વિજયી : મુસ્‍લિમ સમાજની ટીમ રર્નસ અપ

જૂનાગઢ : સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટ (સંગઠન)દ્વારા આયોજીત સર્વ જ્ઞાતિ સદભાવના કપ ટી.૧૦ આ આયોજન માં અલગ અલગ સમાજની ૧૬ ટીમએ ભાગ લીધેલ અને આ ટુર્નામેન્‍ટ દ્વારા દરેક સમાજની સામાજિક સમરસતા કરવાના સારા હેતુસર આયોજન કરવામાં આવેલ. રવિવારે સેમી ફાઈનલ માં સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનની સામે મુસ્‍લિમ સમાજ તથા પ્રજાપતિ સમાજ સામે મહેર સમાજની ટિમો વચ્‍ચે મુકાબલો થયો હતો જેમાં મહેર સમાજ અને મુસ્‍લિમ સમાજ ની ટિમો ફાઈનલ મેચમાં મુકાબલો થયો હતો અને જેમાં મુસ્‍લિમ સમાજની ટિમ દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટ મહેર સમાજની ટીમે ચેસ કરી અને વિજયી થયા હતા. આ તબ્‍બકે સદભાવના કપના ચેમ્‍પિયનને સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા રોકડ ૫૧,૦૦૦નું પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યું અને રનર્સ અપને રોકડ ૨૫,૦૦૦નું પુરસ્‍કાર એનાયત કરાયું અને મેનઓફ ધ મેચ અને મેનઓફ ધી સીરીઝ,સર્વજ્ઞતીની સદભાવના ધ્‍યાને લઇ બંને ટીમો દ્વારા આ રોકડ રકમ સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટ સંગઠનના આયોજનમાં પરત કરી દીધેલ અને આવું આયોજન ભવિષ્‍યમાં થતું રહે ત્‍યારે સમગ્ર આયોજનમાં સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન ની સાથે છીએ તેવું બંને ટીમ ના કેપ્‍ટનઓએ જણાવ્‍યું. આ સદભનવના કપને સફળ બનવા માટે જયદેવ ભાઈ જોષી, કાર્તિક ભાઈ ઠાકર, વિશાલ ભાઈ જોષી,પી.સી. ભટ્ટ, પરાગ પંડયા તેમજ સર્વ હોદેદારો સભ્‍યો એ જેહમત કરી હતી.

(12:49 pm IST)