Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પોરબંદરમાં લમ્પી વાયરસથી વધુ ર પશુઓના મોત

કુલમૃત્યુઆંક ૪ : રખડતા પશુઓને વેકસીન માટે પુરતો સ્ટાફ નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૭ :  શહેરના ગૌવંશમાં લમ્પી વાયરસનું સંક્રમણ વધતુ જાય છે લમ્પી વાયરસથી શનિવારે ર ગૌવંશના મોત બાદ વધુ ર ગૌવંશના મોત નીપજતા લમ્પી વાયરસથી  કુલ મૃત્યુ આંક ૪ થયો છે.

લમ્પી વાયરસ સંક્રમિત ગૌવંશની સારવાર માટે જીઆઇડીસીમાં આઇશોલેકશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. પશુપાલક વિભાગ પાસે લમ્પી વાયરસ સામે રક્ષણ આપતા ૬પ૦ વેકસીનના ડોઝ સ્ટોકમાં છે ઉપરાંત એક દાતાના સહયોગથી વધુ ર હજાર ડોઝ માટેઓર્ડર કરવામાં આવેલ છે.

શહેરના માણેક ચોક અને પશ્ચિમમાં જૈન દેરાસર ઝવેરી બજાર વિસ્તારમાં રખડતા ઢોર કાયમી પડયા પાથર્યા રહે છે. પાલિકા સતાવાળાઓ દ્વારા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા કોઇ આવતુ નથી. શાકમાર્કેટમાં પણ રખડતા ઢોર ઘુસી જતાની ફરીયાદો ઉઠી છે.

(1:09 pm IST)