Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વઢવાણ વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ ખેડતા અમરેલીના સાંસદ

પ્રદેશ ભાજપ તરફથી મળેલ જવાબદારી અન્‍વયે

અમરેલી તા. ૭ : આગામી વિધાનસભાની ચૂંટણી અન્‍વયે ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી રાજયના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમામ વિધાનસભા સીટ ઉપર ત્રણ દિવસ પ્રવાસ કરવા અંગેની જવાબદારીઓ સોંપવામાં આવેલ. જે પૈકી અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને સુરેન્‍દ્રનગર જીલ્લાની ૬ર-વઢવાણ વિધાનસભા સીટની જવાબદારી સોંપાયેલ હતી. જે અંતર્ગત સાંસદશ્રીએ ત્રણ દિવસ સમગ્ર વઢવાણ વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ ખેડયો હતો. આ પ્રવાસ દરમિયાન સ્‍થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો દ્વારા સાંસદશ્રીનું સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ.

સાંસદશ્રીએ પ્રવાસ દરમિયાન પ્રચલીત ધાર્મિક સ્‍થળોની મુલાકાત લીધેલ હતી તેમજ તાલુકા-શહેરના પદાધિકારીઓ, સેલ-મોરચાના હોદેદારો અને કાર્યકરો સાથે મુલાકાત કરી સંગઠનલક્ષી ચર્ચાઓ કરી હતી. ઉપરાંત વિધાનસભા ક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્‍તારો/ગામોમાં સફાઈ અભિયાન, ચાઈ પે ચર્ચા, ક્રીકેટ ટુર્નામેન્‍ટ, રોપા વિતરણ, વેપારીઓ-ઉદ્યોગપતિઓ અને ચેમ્‍બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે શુભેચ્‍છા ભેટ, આર.એસ.એસ.ના પીઢ આગેવાનો સાથે મુલાકાત વગેરે જેવા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહયા હતા. તેમજ વિકાસના કામોની સાઈટ વીઝીટ કરેલ હતી. ઉપરાંત સાંસદશ્રીએ કેન્‍દ્ર સરકાર સરકાર અને રાજય સરકારની વિવિધ જનકલ્‍યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી તેમના પ્રતિભાવો મેળવ્‍યા હતા.

આ તકે સાંસદ સાથે જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, ધારાસભ્‍ય  ધનજીભાઈ પટેલ, ધાગંધ્રા શહેર મંડલ પ્રભારી નિલેશભાઈ શેઠ, સાયલા મંડલ પ્રભારી રાજેન્‍દ્રસિંહ પટેલ, સુરેન્‍દ્રનગર-વઢવાણ શહેર પ્રમુખ મહેન્‍દ્રભાઈ પટેલ, શહેર મહામંત્રીઓ હર્ષદભાઈ દુધરેજીયા અને હાર્દિકભાઈ ટમાલીયા, રાજકીય અગ્રણી ચંદ્રેશભાઈ પટેલ, નગર પાલીકા પ્રમુખ વિરેન્‍દ્રભાઈ આચાર્ય, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, વઢવાણ ગ્રામ્‍ય મંડલ પ્રમુખ મુકેશભાઈ પટેલ, તાલુકા મહામંત્રીઓ દિલીપસિંહ ગોહીલ અને  રવજીભાઈ રોનીસરા, જીલ્લા ઉપપ્રમુખ  દિપસિંહ ડોડીયા, જીલ્લા મંત્રી  રામજીભાઈ ગોહીલ, તાલુકા પંચાયત પ્રમુખ  રાયમલભાઈ ચાવડા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અમથુભાઈ કમેજળીયા, જીલ્લા પંચાયત સભ્‍યો જયેશભાઈ ચાવડા અને   અમરતભાઈ ડાભી સહીતના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

(12:48 pm IST)