Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ખંભાળિયા પાલિકાની સભામાં ૪૭ વિકાસલક્ષી ઠરાવો મંજુર

 જામખંભાળીયા,તા.૭ : ખંભાળિયા નગરપાલિકાની સામાન્‍ય સભા પાલિકાનાં પ્રમુખ  ભાવનાબેન પરમારની અધ્‍યક્ષતામાં ચીફ ઓફીસર રઘજીભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પાલિકા હોલ ખાતે યોજાઈ હતી. જેમાં એજન્‍ડામાં કુલ ૪૬ આઈટેમો તથા એક પ્રમુખ સ્‍થાનેથી મળી કુલ ૪૭ ઠરાવો સર્વાનુમતે પસાર થયા હતા.

  ગત મિટીંગની બહાલી સફાઈ કામદારા અશોક ગોકળ તથા કલાર્ક સુરેશ દવેની નિવળતી મંજુર કરવા, રોજમદાર કર્મચારીઓની ગ્રેચ્‍યુઈટીની રકમ ભરવા, મોબાઈલ ટોયલેટ રીપેરીંગ કરવા, એકવીસ નવી હાથલારી ખરીદ કરવા, બ્રેકર ખરીદ કરવા, ૫૫ ઈંચનુ એલ.ઈ.ડી. ટી.વી. ખરીદવા, પાણીનાં ટેન્‍કર તથા નળ કનેકશનોનો ચાર્જ નકકી કરવા, બીપીનભાઈ દાવડા સહીત છ આસામીઓની ભાડાપટા જમીનોના દસ્‍તાવેજ કરવાના ઠરાવો પસાર થયા હતા.

 મિટીગમાં જિલ્લા કક્ષાનું ફાયર સ્‍ટેશન બનાવવા જિલ્લા કલેકટર પાસેથી જમીન મેળવવા, ખંભાળિયા એરીયા ડેવલપેમેન્‍ટ માટે સરકારમા દરખાસ્‍ત કરવા, નગરપાલિકાની માલીકીની જગ્‍યામાં સરકાર અંગે પીટીશન દાખલ કરવા, પોરબંદર રોડ પર ૧૨૦ વર્ષ જુનો કેનેડી પુલ નવો બનાવવા સરકારમાં દરખાસ્‍ત કરવા, ૧૪માં નાણાપંચ, ૧૫માં નાણાપંચ, વ્‍યવસાય વેરા ગ્રાંટ, અન્‍ય ગ્રાટોમાંથી વિકાસ કાર્યો કરવા, ઘી નદી ડેમ પરની તમામ પાણીની મેઈન ટાંકીઓ ફરતે દિવાલો કરવા, ચાર રસ્‍તાથી ખામનાથ નવા રોડનાં ડીવાઈરમાં વળક્ષો વાવવા, પાલિકા ટાઉનહોલને અટલ બિહારી વાજપાઈ નામ આપવા, પાલિકા બિલ્‍ડીંગોમાં સોલાર પેનલની દરખાસ્‍ત કરવા, પાલિકાનાં સદસ્‍યો તરફથી આવેલા વિકાસ કાર્યો અંગે યોગ્‍ય કરવા, પાલિકાની લાયબ્રેરીમાં નવા પુસ્‍તકો, મેગેઝીન વસાવવા, ફુલવાડી વોટર વર્કસમાં દિવાલ બનાવવા, સ્‍વર્ણિમ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજનામાં કામો કરવાના ઠરાવો તથા પાલિકા કચેરીનાં ઉપયોગ માટે નવું ફોરવ્‍હીલ વસાવવા તથા પાલિકા ડંપ યાર્ડ ખાતે વિકાસ કાર્યનો ઠરાવ પ્રમુખ સ્‍થાનેથી લેવાયો હતો.

   કુલ ૨૮ પાલિકા સદસ્‍યોમાંથી ચોવીસ સભ્‍યો હાજર રહયા હતા. જયારે બે સભ્‍યો ગેરહાજર તેમજ બે સભ્‍યોના રજા રીપોર્ટ આવેલ હતા.  કુલ ૪૭ જેટલા ઠરાવો સર્વાનુમતે પાસ કરવામાં આવ્‍યા હતા. જેમાં બે મુદ્દા ઉપર ભારે ખળભળાટ જોવા મળ્‍યો હતો. શહેરના વિકાસની સાથે સાથે નગરપાલિકાના સત્તાધીશોનો વિકાસ થતો હોય તેમ નગરપાલિકાના સત્તાધીશોના ઉપયોગ માટે મોંઘેરી કાર ફોર વ્‍હીલ ખરીદવાનો એક ઠરાવ ઉપરાંત કેટલાક સભ્‍યોને સાચવવા માટે બીજો ઠરાવ છે જેટલા આસામીઓની હજારો ફૂટ ભાડા પટ્ટાની જગ્‍યા કાયદેસરની વેચાણ આપવાનો ઠરાવ થતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. જોકે  પ્રજાની વચ્‍ચે  પારદર્શકતા દર્શાવવા માટે જંત્રીના ભાવે જગ્‍યાની રકમ ભરપાઈ કરી મૂળ માલિકોને વેચાણથી દસ્‍તાવેજ કરી દેવા ઠરાવ કરવામાં આવ્‍યો છે. પરંતુ બીજી બાજુ જોવા જોઈએ તો છ માંથી ત્રણથી વધુ જગ્‍યા જેમાં નગરગેઇટ જેવા ધમધમતા વિસ્‍તારમાં પ્રેમજી ઓધવજી રાડીયા, ઉપરાંત વિજય સિનેમા પાસે આવેલ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્‍ય હરિભાઈ નકુમની જગ્‍યા, એસ.ટી.ડેપો સામે આવેલ બિપિન કુમાર દાવડા સહિત કુલ છ આસામીઓને માત્ર જંત્રીના ભાવે દસ્‍તાવેજ કરી આપવા અને વેચાણ આપવાનો ઠરાવ થતા ભારે હળકંપ મચી જવા પામ્‍યો છે. હાલ આ સામાન્‍ય સભામાં શહેરના વિકાસની સાથે ભાજપના સભ્‍યોના માનીતા અને મનગમતા લોકોને ભાળા પટ્ટાની જગ્‍યા વેચાણ આપવા ઠરાવ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્‍યો છે. એટલું જ નહીં ખુદ પૂર્વ જિલ્લા પંચાયતના સભ્‍યની માલિકીની હજારો ફૂટ જગ્‍યા અતી કિંમતી જણાતી જગ્‍યા દસ્‍તાવેજથી વેચાણ આપવાનો ઠરાવ થતા હાલ અનેક આસામીઓમાં વેચાણથી લેવા માટે  ભાગદોડ શરૂ કરવામાં આવી છે. 

(12:47 pm IST)