Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયાને અભિનંદન

અમરેલી : પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના પ્લાસ્ટીક મૂકત ભારત અભિયાનને અમરેલી જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા સાર્થક કરી ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ જાળવણીના ઉમદા પ્રયાસને રાજય સરકારે બિરદાવી અમર ડેરીને પ્રસસ્તિપત્ર મળવા બદલ અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયાને રાષ્ટ્રીય સહકારી અગ્રણી-ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીઍ અભિનંદન પાઠવ્યા છે, ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સહકાર મંત્રી જગદીશભાઇ પંચાલ, વન મંત્રી કિરીટસિંહ રાણા અને અમુલના ઍમ. ડી. આર. ઍસ. સોઢીની ઉપસ્થિતીમાં પ્રસસ્તિપત્ર સ્વિકારવા બદલ ખુશી વ્યકત કરી હતી. અમર ડેરીની સમાજાપયોગી રચનાત્મક નોîધપાત્ર કામગીરીની સંઘાણીઍ સરાહના કરી છે.

(12:09 pm IST)