Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

મોરબીમાં ઇમરાનનો પત્‍નિ, સાળા અને સસરા પર છરીથી હુમલો

લગ્ન પ્રસંગ હોઇ સાળા આશીફે બનેવીને જમીને જવાનું કહેતાં બોલાચાલીઃ આશીફ, પિતા ફતેમહમદ, બહેન સલમાને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૭: મોરબીમાં મદીના સોસાયટીમાં રહેતાં અને સેન્‍ટીંગ કામ કરતાં આશીફ ફતેમહમદ ખોળ (ઉ.૨૪) પર તે રાતે રણછોડનગરમાં મામાના ઘરે લગ્ન પ્રસંગમાં હતો ત્‍યારે આ વિસ્‍તારમાં જ રહેતાં તેના બનેવી ઇમરાન જેડાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી ઇજા કરી હતી. વચ્‍ચે પડેલા આશીફના પિતા ફતેમહમદ અલ્લારખા ખોળ (ઉ.૬૫) અને બહેન સલમા ઇમરાન જેડા (ઉ.૨૭)ને પણ ઇજા થતાં ત્રણેયને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.
હોસ્‍પિટલના બિછાનેથી આશીફે જણાવ્‍યું હતું કે મામાને ત્‍યાં લગ્ન પ્રસંગમાં બહેન સલમા અને બનેવી ઇમરાન તેના બાળકો સાથે આવ્‍યા હતાં. રાતે ઇમરાન તેના બાળકોને લઇને ઘરે જવા નીકળતો હોઇ તેને જમીને સાથે નીકળી જવાનું કહેતાં તે બાબતે તેણે ઝઘડો કર્યો હતો અને છરીથી હુમલો કરતાં પોતાને, પિતાને અને બહેનને ઇજા થઇ હતી. મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(12:02 pm IST)