Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સાવરકુંડલાના ૩૦ વર્ષિય અબ્‍દુલે જિંદગીની કંટાળી ઝેર પી જીવ દીધો

ખેતી કરી ગુજરાન ચલાવતો હતોઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૭: સાવરકુંડલામાં મદીના મસ્‍જીદ સામે પઠાણ શેરીમાં રહેતાં અબ્‍દુલ અબુભાઇ બાજેર (ઉ.૩૦) નામના યુવાને ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાયો હતો.
અબ્‍દુલે તા. ૪ના સવારે આઠેક વાગ્‍યે ગામની કે. કે. સ્‍કૂલ પાસે ઝેર પી લેતાં પ્રથમ અમરેલી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના અલ્‍પેશભાઇએ સાવરકુંડલા પોલીસનેજાણ કરી હતી. આપઘાત કરનાર અબ્‍દુલ બે ભાઇ અને ચાર બહેનમાં ચોથો તથા અપરિણિત હતો. તે ખેતી કરી ગુજરાન ચલાવતો હતો.
ઝેર પી લીધું ત્‍યારે પરિવારજનોએ કારણ પુછતાં પોતે જિંદગીથી કંટાળી ગયો છે તેવું રટણ કર્યુ હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

 

(12:02 pm IST)