Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વાંકાનેરના રાતાવિરડા ગામનો ગૂમ બાળક કોલસાના ઢગલામાં દટાઇ ગયો'તો : મોત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૬: વાંકાનેરના રાતાવિરડા ગામનો બાળક ગૂમ થઇ જતા અપહરણ થયાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ ગૂમ થયો બાળક કોલસાના ઢગલામાં દટાઇ જતા મોત થયાનું ખુલ્‍યુ હતું.

મળતી વિગતો મુજબ રાતાવીરડા ગામ નજીક આવેલ શ્‍યામ હોલ ફેકટરીમાંથી મજુરી કામ કરતા મજુર પવન કૈલાશ ભીલનો સગીર પુત્ર ઋતીક ઉ.વ.પાા વાળાને કોઇ અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ બાળકના પિતા પવન કૈલાશે તા. પ-૬-રરના વાંકાનેર તાલુકા પો. સ્‍ટે.માં નોંધાવેલ આ તપાસ વાંકાનેર સીપીઆઇ બી.પી. સોનારા ચલાવતા હોય તેઓ બનાવ સ્‍થળે ગયેલ તમામ એગલથી બારીકાઇથી તપાસ કરતા સીસીટીવી કેમેરા જોતા તા. ૩-૬ ના બપોરના બે વાગ્‍યે કારખાનાના સેડમા બાળક સુતુ હોય માથે કોલસો પડતા દટાઇ ગયેલ આ કોલસાનો ઢગલો ટ્રકમાં ભરી મોરબી ગામ પાસે એફીલ વીટ્રીફાઇડ કારખાને ખાલી કરેલ ત્‍યાં જઇ તપાસ કરતા મૃત બાળક કોલસામાંથી મળી આવતા કબ્‍જો સંભાળી પી.એમ. માટે રાજકોટ મેડીકલ કોલેજ મોકલેલ છે.

પોલીસ તપાસમાં બાળકનું અપહરણ નહિ થયાનું અને તેનું અકસ્‍માતમાં મોત થયાનું ખુલ્‍યું છે. 

(12:01 pm IST)