Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

દ્વારકા જિલ્લામાં ૧૮ એમ.બી.બી.એસ. તબીબોની નિમણુંક

 જામ ખંભાળિયા, તા. ૬ :   દ્વારકા જિલ્લાની જનતાને સ્‍થાનિક કક્ષાએ ગુણવત્તાસભર આરોગ્‍ય વિષયક સેવાઓ સરળતાથી ઉપલબ્‍ધ થાય તે હેતુથી સરકાર દ્વારા હાલમાં સરકારી હોસ્‍પિટલો અને આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે એમ.બી.બી.એસ. શૈક્ષણિક લાયકાત ધરાવતા તબીબોની નિમણૂંક કરવામાં આવી છે. તદ્દઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ તબીબી અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૮ એમ.બી.બી.એસ. તબીબોની નિમણુંક કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૬ તબીબોને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે, એક તબીબને ભાણવડ તાલુકામાં ચોખંડા ગામે આવેલી એલોપેથીક ડિસ્‍પેન્‍સરી ખાતે અને એક તબીબને દ્વારકા તાલુકાના વરવાળા ખાતે આવેલી મોબાઈલ હેલ્‍થ યુનિટ ખાતે નિમણૂંક કરવામાં આવી છે.  આ ઉપરાંત ભાણવડ, ખંભાળિયા અને ઓખામંડળ (દ્વારકા) તાલુકામાં તાલુકા હેલ્‍થ ઓફીસરોની પણ કાયમી નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભાણવડના તાલુકા હેલ્‍થ ઓફિસર તરીકે ડો. પ્રકાશ જે. ચાંડેગ્રા , ખંભાળિયા તાલુકા હેલ્‍થ ઓફીસર તરીકે ડો. એ.એન તિવારી અને દ્વારકા તાલુકા હેલ્‍થ ઓફીસર તરીકે ડો. અનુપકુમાર જયસ્‍વાલને નિમણુંક આપવામાં આવી છે.ઁ જિલ્લા કક્ષાએથી વાહકજન્‍ય રોગચાળો અટકાયત કામગીરીનું સઘન મોનીટરીંગ અને સુપરવિઝન થાય તે હેતુથી જિલ્લા એપેડેકિ મેડીકલ ઓફીસર તરીકે ડો. એમ.ડી. જેઠવાની નિમણૂંક કરવામાં આવી છે.

જિલ્લાના આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે એમ.બી.બી.એસ. તબીબો દ્વારા આપવામાં આવતી આરોગ્‍ય વિષયક સેવાઓ, નિદાન, સારવારનો વધુને વધુ લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા દ્વારા અપીલ કરાઈ છે.E

(11:57 am IST)