Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કાલાવડના ગુન્‍હાનાં ૯ વર્ષથી ફરાર આરોપી ઘાંટવડ ગેંગનો માસ્‍ટર માઇન્‍ડ ઝડપાઇ ગયો

જામનગર,તા. ૭ : કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનના ફસ્‍ટ ગુના નંબર ૬૧/૨૦૧૩ આઇપીસી કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ વિ. મુજબ ગુનાના કામે નાસતા ફરતા આરોપી માનસિંહ નટુભાઇ રાઠોડ (ચૌહાણ) જાતે મારવાડી રહે ઘાંટવડ તા.કોડીનાર વાળો હાલ મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના મકતપુર ગામ બાજુમાં રહે છે અને આ આરોપીએ વર્ષ -૨૦૧૩ માં કાલાવડ ખાતે પોતાની ગેંગ જે ઘાંટવડ ગેંગ નામે કુખ્‍યાત હોય જેના સાથે મળી બંધ મકાનમાંથી ૧૦ તોલા સોના ચાંદીના દાગીના તથા ૬૦ હજાર રૂપિયા રોકડાની ચોરી કરી નાસી ગયેલ હોય તેમજ આ આરોપી ઘાંટવડ ગેંગનો મુખ્‍ય માસ્‍ટર માઇડન્‍ડ આરોપી હોય જે આ આરોપીને ઉપરોકત ટીમ બાતમી આધારે મહેસાણા ખાતે જઇ આરોપીની તપાસમાં રહેત અને મહેસાણાના ઉંઝા તાલુકાના મકતપુર ગામ પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂં જામનગર સીટી સી.ડીવી. પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ ફર્લો સ્‍કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ તથા પો. હેડ કોન્‍સ. લખધીરસિંહ જાડેજા, રાજેશભાઇ સુવા, કરણસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો. કોન્‍સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ, હેડ કોન્‍સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા તથા પો. કોન્‍સ. બંળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવે છે. 

(11:50 am IST)