Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સાવરકુંડલાના થોરડી ગામે ખૂનની કોશિશના ગુન્‍હાના ચારેય આરોપીને તુર્તજ ઝડપી લેવાયા

અમરેલી : અશોકકુમાર યાદવ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલી તથા કે.જે.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા તથા કે.સી.રાઠવા, સર્કલ પોલીસ ઇન્‍સપેકટર, ધારી સર્કલ નાઓએ રેન્‍જ/ડિસ્‍ટ્રીકટ/ ડિવીઝન/સર્કલમાં બનતા શરીર સંબંધી ગુન્‍હાના આરોપીઓ જે ગુન્‍હો કર્યા બાદ નાસી ગયેલ હોય તેઓને પકડવા માર્ગદર્શન અને સુચના આપેલ હોય. જે અન્‍વયે સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. ભાગ-એ. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૨૦૩૩૦/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૦૭,૩૨૬,૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬ (૨),૩૪ મુજબનો ગુનો તા. ૩/૬/૨૦૨૨ના થોરડી ગામે બનેલ જે ગુનાના આરોપીઓ ગુન્‍હો કર્યા બાદ નાસી ગયેલ હોય ગણતરીની કલાકોમાં (૧) જમાલભાઇ બચુભાઇ મહીડા (ઉવ.૫૮) ધંધો -ખેતી તથા માલઢોરનો (૨) અબ્‍દુલભાઇ ઉર્ફે બચુભાઇ મહીડા (ઉવ.૬૦) ધંધો મજુરી, (૩) મહેબુબભાઇ અબ્‍દુલભાઇ મહીડા (ઉવ.૩૦) ધંધો. માલઢોરનો (૪) જહાંગીરભાઇ જમાલભાઇ મહીડા (ઉવ.૨૨) ધંધો ડ્રાઇવિંગ રહે. તમામ થોરડી ગામ તા. સાવરકુંડલાને પકડી લીધા હતા. આ કામગીરી એન.એ.વાઘેલા પો.સબ.ઇન્‍સ.ની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનની પોલીસ ટીમના એએસઆઇ ભગીરથસિંહ કનકસિંહ તથા એ.એસ.આઇ યુવરાજભાઇ સામતભાઇ તથા કોન્‍સ. વરજાંગભાઇ રામભાઇ તથા કોન્‍સ. મ.હુશૈનભાઇ રહીમભાઇ તથા કોન્‍સ. મેહુલભાઇ ભોજુભાઇ તથા કોન્‍સ. મનુભાઇ રામભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(12:21 pm IST)