Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ભાવનગરમાં યંગ ઇન્‍ડિયન્‍સ દ્વારા મીયાવાકી ફોરેસ્‍ટનું વૃક્ષારોપણ

ભાવનગરઃવિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે યંગ ઇન્‍ડિયન્‍સ દ્વારા ‘મીયાવાકી ફોરેસ્‍ટ'માટેનો પ્રથમ ૨૦૦૦ છોડવાનો પ્રથમ પ્રોજેકટ હાથ ધરાયો હતો. જેમાં છોડને જાપાની પદ્ધતિ વાળી ઉછેર કરાશે.આ કાર્યક્રમમાં દર્શકભાઇ શાહ (મધુમીલીકા), અમરજયોતિબેન, અશોકભાઇ મીના સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સંકલન મૌર્વી ચતુર્વેદી, સંચાલન પથીકભાઇ મહેતા અને રોહિતભાઇ અગ્રવાલ તથા આભારવિધિ ડો .ઇશાન ધ્રુવ દ્વારા કરાઇ હતી. લોકો દ્વારા યંગ ઇન્‍ડિયન્‍સ ના વદિત મોદી અને રેલ્‍વેના સીડબલ્‍યુએમ જાંગીડના માર્ગદર્શનને બિરદાવ્‍યા હતા.(તસ્‍વીરઃઅહેવાલઃ મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(11:49 am IST)