Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સાયલાના દારૂના ગુન્‍હાનો આરોપી ઝડપાયો

વઢવાણ : સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા સી.પી.આઇ. ડી.એમ.રાવલની સુચનાથી પો.સબ.ઇન્‍સ. એમ.એચ.સોલંકીના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્‍ટેશનના એ બીટ એ.એસ.આઇ બી.સી.ગામેતી તથા પો.કોન્‍સ. ભરતભાઇ જગદીશભાઇ તથા પો. કોન્‍સ. હરપાલસિંહ ઇન્‍દ્રસિંહ એ રીતેના સ્‍ટાફના માણસો સાયલા પો. સ્‍ટે. એ બીટ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.કોન્‍સ. હરપાલસિંહ ઇન્‍દ્રસિંહનાઓને મળેલ હકીકત આધારે સાયલા પો.સ્‍ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૧૦૪૫૨૧૦૦૨૨/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬ બી, ૯૮ (૨) મુજબના કામે છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી સુરાભાઇ હીરાભાઇ માથાસુરીયા દેવીપૂજક (ઉવ.૪૯) ધંધો મજુરી રહે. કાનપર તા. સાયલા વાળાને પોતાના મકાનેથી હસ્‍તગત કરી મજકુર ઇસમને સાયલા પોલીસ સ્‍ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 

(11:48 am IST)