Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ભાણવડ અને ખંભાળીયામાં સ્‍વૈચ્‍છાએ રેશનકાર્ડ અંતર્ગતની યોજનામાંથી નામ કમી કરાવવા આદેશ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ તા.૭ રાજય સરકારની જોગવાઇ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરાતું અનાજ માત્ર ગરીબોને મળી રહે તે માટે યોજનામાં ચાર પૈડાવાળું વાહન ધરાવતા હોય, કુટુંબનું કોઇ સભ્‍ય સરકારી કર્મચારી હોય, કુટુંબના કોઇ પણ સભ્‍યની આવક માસિક દસ હજારથી વધુ હોય , કુટુંબની કોઇ પણ વ્‍યકિત આવકવેરો, વ્‍યવસાયવેરો ચુકવતી હોય, પાંચ એકર કે તેથી વધુ (સાડા બાર વીઘા કે તેથી વધુ) ખેતીની જમીન ધરાવતું હોય, કુટુંબમાં કોઇ સભ્‍ય સરકારી પેન્‍શનર હોય, કુંટુંૅબ આર્થિક સદ્ધરતા ધરાવતું હોય, શહેરી વિસ્‍તારમાં પાકું મકાન ધરાવતા હોય તેવા ધારકોને તા.૩૦ સુધીમાં સ્‍વેચ્‍છાએ એન.એફ.એસ.એ યોજના અંતર્ગત પોતાનું રેશનકાર્ડ આ યોજનામાંથી કમી કરાવવા ખંભાળીયા અને ભાણવડની મામલતદાર કચેરીની પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડની નકલ જોડી અરજી સ્‍વરૂપે રજૂ કરવાની રહેશે.

આમ કરવામાં ચૂક જણાશે તો તા.૧ જુલાઇથી ઝુંબેશરૂપી તપાસ હાથ ધરાશે. આ તપાસમાં ઉપરોકત જોગવાઇ મુજબ પુરાવા મળશે. તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુનો દાખલ કરી લીધેલા અનાજની બજાર કિંમત વસુલ કરવા અંગેની અપીલ મામલતદારની યાદીમાં કરવામાં આવી છે.

(11:47 am IST)