Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ધ્રોલના વાંકીયામાં દંપતિએ આત્‍મવિલોપનનો પ્રયાસ કરતા હાલ પુરતુ દબાણ દુર કરવાનું મુલત્‍વી

ધ્રોલ તા. ૭ : ધ્રોલ તાલુકાનાં વાંકીયા ગામે રસ્‍તા પરનું દબાણ દુર કરવા ગયેલ મામલતદારની ટીમ સામે જમીન ધારકે નોટીસ આપ્‍યા કે જાણ વિના તંત્ર દબાણ દુર કરવા આવ્‍યાના આક્ષેપ સાથે પેટ્રોલ છાંટી આત્‍મવિલોપનનો પ્રયાસ કરતા મામલો બીચકાયો હતો. ધ્રોલ પી.એસ.આઇ એમ. એન. જાડેજા તેમજ સ્‍ટાફના કનુભાઇ મહિલા પોલીસ સહિતનાઓ ઘટના સ્‍થળે દોડી જઇ આત્‍મવિલોપનનો પ્રયાસ કરનાર દંપતિની અટકાયત કરી મામલો થાળે પાડ્‍યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રોલ તાલુકાનાં વાંકીયા ગામે મગનભાઇ ટપુભાઇ ભીમાણી અને માવજીભાઇ ટપુભાઇ ભીમાણીની જમીનમાંથી કેતનભાઇ પ્રફુલભાઇ દેત્રોજાને પોતાની વાડીમાં જવા માટે ચાલવાનો રસ્‍તો હતો. ત્‍યાર બાદ મગનભાઇ અને માવજીભાઇ એ પોતાની જમીન બીનખેતી કરી વેંચી નાંખતા તેમાંથી નિકળતા રસ્‍તાનો વિવાદ શરૂ થયો હતો. ત્‍યાર બાદ કેતનભાઇએ ધ્રોલ મામલતદાર અને પ્રાંત અધીકારી પાસે મામકોટ હેઠળ દાદ માંગી હતી. બીનખેતી બાદ માલિકે પ્‍લોટનું વેંચાણ જતેનભાઇ પ્રભુભાઇ દેત્રોજાને કરી નાંખ્‍યું હતું. જયારે રસ્‍તાનાં વિવાદમાં મગનભાઇ સહિતનાઓ મામલતદાર અને પ્રાંત કચેરીમાં કેશ હારી ગયા હતા. આથી રસ્‍તાનું દબાણ દુર કરવાનો હુકમ કરાયો હતો. હાલ આ રસ્‍તાનાં વિવાદ વાળી જગ્‍યાનો કબજો અને ભોગવટો જીતેનભાઇ પાસે છે. આથી મામલતદારની ટીમ દબાણ દુર કરવા જતા જીતેનભાઇએ જગ્‍યા તેને લીધેલ હોય દબાણ દુર કરવાની તેમને કોઇ જાણ ન હોય આથી ડતા વિરોધ કર્યા હતો. છતાં તંત્ર દ્વારા દબાણ દુર કરવાનું શરું કરતા. જીતેનભાઇએ પોતાના શરીરે પેટ્રોલ છાંટી આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સમયસુચકતાથી આ પ્રયાસને અટકાવી જીતેનભાઇની અટકાયત કરી હતી.

મામકોટ એકટ ૫ મુજબ રસ્‍તાનો પ્રશ્ન હતો. રસ્‍તા પર દિવાલ અને એક નાની ઓરડી બનાવી નાંખી હતી. જમીન બીનખેતી કરનાર મગનભાઇ ટપુભાઇ ભીમાણી અને માવજીભાઇ ટપુભાઇ ભીમાણી સામે કેશ મામલતદાર અને પ્રાંતમાં ચાલી ગયો હતો. તેમાં પક્ષકાર હારી ગયા હતા. દબાણ દુર કરવા નોટીસ પણ આપેલ હતી. સર્કલ ઇન્‍સપેકટર દબાણ દુર કરવા ગયા હતા. જીતેનભાઇએ આત્‍મવિલોપનનો પ્રયાસ કરતા હાલ પુરતુ દબાણ દુર કરવાનું મુલત્‍વી રખાયું છે. સમજાવટ કરી ફરી વખત દબાણ દુર કરાશે. તેમ બી.એન. કણજારીયા, મામલતદાર -ધ્રોલએ જણાવ્‍યુ હતુ. (તસ્‍વીર - અહેવાલ : સંજય ડાંગર, ધ્રોલ)

(11:45 am IST)