Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

દ્વારકામાં બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવા અપીલ

બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ અંતર્ગત અનેક યોજનાઓનો લાભ

(કૌશલ સવજાણી દ્વારા)તાઃ૭ રાજય સરકાર દ્વારા બાંધકામ શ્રમયોગીઓની યોજનાઓ અમલમાં મૂકવા બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડની રચના કરાઇ છે. જે અંતર્ગત નોંધણી કરાવી લાભ લેવા માટે શ્રમીકોને અપીલ કરાઇ છે.

આ બોર્ડ અંતર્ગત નોંધણી કરાવેલ શ્રમિકોને શિક્ષણ સહાય યોજના, પ્રસુતી સહાય યોજના, ભાગ્‍ય લક્ષ્મી, બોન્‍ડ યોજના, ધન્‍વંતરી આરોગ્‍યરથ યોજના , હાઉસિંંગ સબસીડી યોજના, બાળકો માટે વિનામૂલ્‍યેકોચિંગ કલાસ, ગો ગ્રીન યોજનાનો લાભ આપવામાં આવશે.

જેમાં શ્રમયોગી જાતે નોંધણી કરી તે માટે નિર્માણ પોર્ટલ http://enirmanbocw.gujarat.gov.inઅને ગુગલ પ્‍લે સ્‍ટોર પર ઇ-નિર્માણ એપની સુવિધા અપાઇ છે. ઉપરાંત જિલ્લાના કોઇ પણ કોમન સવિર્સ સેન્‍ટર તથા ઇ-ગ્રામ સેન્‍ટર પર જઇ નોંધણી કરાવી શકે છે. જેની પાત્રતા ૧૮થી ૬૦ વર્ષની વય મર્યાદા અને છેલ્‍લા બાર મહિનામાં ૯૦ દિવસથી ઓછુ ન હોય તેટલા સમય માટે બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવાના પુરાવા સાથે આધારકાર્ડ, રેશનકાર્ડ અને જરૂરી બેન્‍ક પુરાવાની વિગતો સાથે શ્રમિકો નોંધણી કરાવી શકે છે.

જે બાંધકામ શ્રમિકે પહેલેથી નામ નોંધણી કરાવેલું હોય તેઓએ ઇ-નિર્માણ પોર્ટલ પરથી સ્‍માર્ટકાર્ડ મેળવવાનું રહેશે. જેથી તમામ શ્રમિકોની ખૂટતી માહિતી જેવીકે આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્‍કની માહિતી, મોબાઇલ નંબર વગેરેની નજીકના કોમન સર્વિસ સેન્‍ટર અથવા મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડની કચેરી ખાતે જઇ, વેરીફાઇ કરાવી સ્‍માર્ટકાર્ડ મેળવી લેવા શ્રમિકોને મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ દ્વારકાની કચેરીની યાદીમાં જણાવાયું છે.

(11:43 am IST)