Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જૂનાગઢના ડી.વાય.એસ.પી.પ્રદિપસિંહ જાડેજાનું સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા સન્‍માન

જૂનાગઢઃ ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાનું તાજેતરમાં ગૃહમંત્રાલમાં અમિતશાહના હસ્‍તે સન્‍માન થતા જિલ્લાના સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમા પ્રદિપસિંહ જાડેજાને અર્પણ કરાઇ હતી. સાથે એ ડિવિઝન પીઆઇ વાઢેરનું સન્‍માન કરાયુ હતું.

જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ બામણ ગામ સમસ્‍ત લેઉવા પટેલ સમાજ, લેઉવા પટેલ સમાજ સમુહ લગ્ન સમિતિ, હિરાદિપ ચેરીટેબલ ટ્રસ્‍ટ વગેરેના આગેવાનો હરસુખભાઇ વઘાસિયા, ફાલ્‍ગુનભાઇ પટેલ, કેતનભાઇ ગજેરા, સવજીભાઇ ગજેરા, ગોપાલભાઇ હિરપરા, છગનભાઇ હિરપરા, શિતલબેન જોષી, કલ્‍પનાબેન જોષીએ જોડાઇને શુભેચ્‍છા પાઠવી હતી. (અહેવાલઃવિનુ જોશી, તસ્‍વીરઃમુકેશ વાધેલા-જૂનાગઢ) 

(11:34 am IST)