Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ગોંડલના દેરડી (કુંભાજી)નાં દિવ્‍યાંગ માતા-પિતાની એકની એક પુત્રી પ્રિયાંશી પટોળીયા ધો. ૧૦માં રાજયમાં પ્રથમ

૯૯.૯૯ પી.આર. મેળવીને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યુ

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા. ૭ :.. જીવન કેટલીક બાબતો બાળકોમાં આપણા કરતા એ વિશેષ ઉગતી હોય છે.

જેમ કે નમ્રતા, સંસ્‍કારિતા, શાલિનતા, સહિષ્‍ણુતા જેવી બાબત સાથે સાથે શિક્ષણ પણ બાહ્ય કરતાં આંતરિક બાબત વધુ હોય તેવું લાગે છે. બાળકમાં જે પહેલેથી જ પડેલું છે તેને બહાર લાવવૂં એટલે કેળવણી.

ગુજરાત માધ્‍યમિક અને ઉ. મા. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૦ નું પરિણામ આજે જાહેર થયું તેમાં દેરડી કુંભાજી ગામને અને તેમના માતા-પિતા તેમજ શાળાને ગૌરવ અપાવે તેવું પરિણામ દિવ્‍યાંગ માતાપિતાની  એકની એક દિકરી કુ. પ્રિયાંશી કલ્‍પેશભાઇ પટોળીયાએ પ્રાપ્ત કર્યુ છે. રાજયમાં પ્રથમ ૯૯.૯૯ પી. આર. પ્રાપ્ત કરી ગૌરવ અપાવેલ છે. માતા મનીષાબેન સરકારી હાઇસ્‍કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.

કુ. પ્રિયાંશીની સફળતા માટે તેમની સાદગી,  દ્રઢ મનોબળ, મનની એકાગ્રતા કાર્ય પ્રત્‍યે લગાવ, શ્રધ્‍ધા અને વિશ્વાસ, યોગ્‍ય માર્ગદર્શન કામ કરી ગઇ.

આજની આ વિશિષ્‍ટ સિધ્‍ધિથી શૈક્ષણીક જગતમાં ચાર ચાંદ પ્રિયાંશીએ લગાવી દીધા પોતાની શાળા વિવેકાનંદ સ્‍કુલ દ્વારા પ્રિયાંશીની ગામમાં વિજય યાત્રા કાઢી અભિનંદન પાઠવી સન્‍માનીત કરી હતી. પ્રિયાંશી અને તેના માતાપિતાને લોકોએ  ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા હતાં.R

(11:33 am IST)