Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ગોંડલના વિજયનગરમાં જુગાર રમતી ૮ મહિલાઓ પકડાઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૭: ગોંડલ વિજયનગરમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી આઠ મહિલાઓને રૂ.૬૬૩૫ સાથે ઝડપી લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વિજયનગર સીટી બોર્ડમાં ખુણા પાસે સીટી પોલીસ હેડ કોન્‍સેબલ રેશમાબેન મંધરા, એમ જે કેરાળિયા જયેશભાઇ અશ્વીનભાઈ સહિતનાંઓએ દરોડો પાડી જુગાર રમતા કાજલબેન ભાવેશ પરી ગોસ્‍વામી, વિજુબેન સુરેશભાઇ ગોસ્‍વામી, જયાબેન કલ્‍પેશભાઈ ધવા, ચંદાબેન રમેશભાઈ જાદવ, સુમિતાબેન અતુલભાઈ કાપડી, યુનમબેન વિપુલભાઈ દેવગણીયા સંગીતાબેન મહેશભાઈ સાકરીયા, અને ગીતાબેન જગદીશભાઈ ગોહેલને જુગાર રમતા જડપી લઈ રોકડા રૂ.૬૬૩૫ કબજે લઈ કાર્યવાહી હાથ ધરતા જુગાર રમવાની શોખીન મહિલાઓમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો હતો.

 

(11:25 am IST)