Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ઉનાના ટાવર ચોકમાં ભારે વાહનોની અવરજવરથી ટ્રાફિક જામનો પ્રશ્ન

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૭ :.. ટાવર ચોકમાં ભારે વાહનોની સતત અવર જવરથી ટ્રાફીકનો પ્રશ્ન છે. ઓફીસ સમયમાં ટ્રાફીક પોલીસ રાખી ટ્રાફીક જામના પ્રશ્નો હલ કરે તેવી માંગણી ઉઠી છે.
શહેરમાંથી પસાર થતો સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે રોડ સતત ટ્રકો, કન્‍ટેન્‍ટો, બસ, મોટરો, ટેમ્‍પાથી ધમધમે છે. અને સવારે ૭ થી બપોર ર વાગ્‍યા સુધી ટ્રકો, વાહનો વળાંક લેવામાં સામસામે થઇ જતા ટ્રાફીક જામ થઇ જાય છે. બન્ને બાજુ વાહનોની લાઇનો લાગી જાય છે. ટાવર ચોક આગળ શાક માર્કેટ આવેલ હોય સવારે શાકભાજી, ફ્રુટની હરરાજી થતી હોય વાહનો રોડ ઉપર પસાર થતા ખુબ મુશ્‍કેલી પડે છે. ઉના શહેરમાં પોલીસ સ્‍ટેશનમાં ટ્રાફીક પોલીસની નિમણુક કરાય છે. પરંતુ શહેરના મુખ્‍ય ટાવર ચોકમાં એકપણ ટ્રાફિક પોલીસ નજરે પડતો નથી.
એક માત્ર જીઆરડી જવાન હાસમભાઇ ઇશાભાઇ શેખ પોતાની રીતે ટ્રાફિક હળવો કરવા ટાવર ચોકથી પોલીસ લાઇન સુધી કામગીરી કરે છે. બીચારો એકલો કયાં પહોંચે.
પોલીસ અધિકારીએ દરરોજ સવારે ૭ થી બપોરે ૧ અને સાંજે ૪ થી રાત્રીના ૮ સુધી ટ્રાફીક પોલીસને ફરજ ઉપર મુકે અને આ ભારે વાહનો પસાર થાય તેના ટ્રાફિકના નિયમનું સંચાલન કરે તો ટ્રાફીક જામની સમસ્‍યા હલ થાય તેમ છે.
ઉના-ભાવનગર નેશનલ હાઇવે રોડનાં બાયપાસનું કામ છેલ્લા ૪ વરસથી ચાલુ છે. પરંતુ હજુ પુરૂ થયુ નથી. કયારે પુરૂ થશે તે કોઇ કહેતુ નથી વહેલી તકે બાયપાસ શરૂ કરાય શહેરને ટ્રાફીક સમસ્‍યામાંથી બહાર આવે તે માટે નેતાઓ પ્રયત્‍નો કરશે ખરા ? તે પ્રશ્ન પુછાય છે.

 

(10:40 am IST)