Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ધ્રોલ તાલુકામાં ગ્રાન્‍ટેડ શાળાઓમાં શ્રીમતી ડી.એચ.કે.મુંગરા કન્‍યા વિદ્યાલયે મેદાન માર્યુ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૭ :.. શ્રી લેઉવા પટેલ સેવા સમાજ ધ્રોલ સંચાલિત શ્રીમતી ડી. એચ. કે. મુંગરા કન્‍યા વિદ્યાલયે ધોરણ-૧૦ માં ૮૮.૬૭ ટકા ઝળહળતું પરિણામ મેળવી ધ્રોલ તાલુકાની ગ્રાન્‍ટેડ શાળાઓમાં ધોરણ-૧ર ની જેમ જ ધોરણ-૧૦ માં પણ પ્રથમ સ્‍થાન મેળવી શ્રી લેઉવા પટેલ સેવા સમાજ -ધ્રોલનું ગૌરવ વધારેલ છે. પ્રથમ ક્રમે રાઠોડ ઋત્‍વી ભાવેશભાઇ ૯૮.ર૪ પી. આર. તથા દ્વિતીય ક્રમે શિયાર સંતોષ પ્રભાતભાઇ ૯૬.પ૪ પી. આર. અને દૂધાગરા હિરલ જેન્‍તીભાઇ ૯પ.૯૧ પી. આર. સાથે તૃતિય ક્રમે મેળવી શાળાનું અને સમાજનું ગૌરવ વધારેલ છે. શાળાની કુલ ૭ વિદ્યાર્થીની બહેનો એ-ર ગરેડમાં મેળવે છે. બોર્ડનું પરિણામ ૬પ.૧૮ ટકા જિલ્લાનું પરિણામઃ ૬૯.૬૮ ટકા તાલુકાનું પરિણામઃ ૮ર.૩૮ ટકા છે. જયારે તેથી પણ વધીને શાળાનું પરિણામઃ ૮૮.૬૭ ટકા આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હર્ષની લાગણી ફેલાયેલ છે.
શાળાનું ઉચ્‍ચ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શ્રીમતી ડી. એચ. કે. મુંગરા કન્‍યા વિદ્યાલય -ધ્રોલના તમામ શિક્ષિકા બહેનો તેમજ વિદ્યાર્થીનીઓને સંસ્‍થાના ચેરમેન અને ગુજરાત રાજયના કૃષિ, ગૌ સંવર્ધન અને પશુપાલન વિભાગના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ઉપપ્રમુખ ડો. વિજયભાઇ સોજીત્રા, ટ્રસ્‍ટી રસિકભાઇ ભંડેરી, હેમરાજભાઇ મુંગરા, સંચાલક શ્રી વિજયભાઇ મુંગરા, જયેન્‍દ્રભાઇ મુંગરા તથા આચાર્ય ડો. પ્રવિણાબેન તારપરાએ અભિનંદન પાઠવેલ છે.

 

(10:38 am IST)