Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જામનગરના રણજીત સાગર ડેમમાંથી અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળ્‍યો : હત્‍યા કે આત્‍મહત્‍યા? પોલીસ તપાસનો ધમધમાટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૭ : જામનગરના રણજીત સાગર ડેમમાંથી અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળ્‍યો છે હત્‍યા કે આત્‍મહત્‍યા ? તે અંગે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે.

જામનગરના રણજીતસાગર ડેમમાં મૃતદેહ તરતો હોવાની માહિતી કોઇ વ્‍યકિતએ પોલીસ સ્‍ટેશનમાં જણાવી હતી. જેથી પોલીસ કાફલો અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી. અને મૃતકની ઓળખ મેળવવા તથા હત્‍યા છે કે આત્‍મહત્‍યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:37 am IST)