Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જસદણ તાલુકાનું ગૌરવ

આટકોટ :ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન-અમદાવાદ અને G.C.E.R.T.-ગાંધીનગરના સંયુક્‍ત ઉપક્રમે રાજયકક્ષાનો વિદ્યાવાહક શિક્ષક સન્‍માન સમારંભ યોજવામાં આવ્‍યો હતો,જેમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજયના દરેક તાલુકામાં સ્‍વૈચ્‍છિક શ્રેષ્ઠ કામગીરી કરતાં દરેક વિદ્યાવાહક શિક્ષકોને સન્‍માનિત કરવામાં આવ્‍યા. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની જુનાપીપળીયા તા.શાળાના શિક્ષકશ્રી આશિષભાઈ રામાણીને G.C.E.R.T.ના પૂર્વ નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબના હસ્‍તે સન્‍માન સાથે શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી તેની તસ્‍વીર.(તસ્‍વીર અહેવાલઃ વિજય વસાણી આટકોટ)

(12:19 pm IST)