Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

લોધીકા એસ.બી.આઇ. બેંકમાં સ્‍ટાફની અછતના કારણે ગ્રાહકોના કામો પુર્ણ નહી થતા રોષની લાગણી

(સલીમ વલોરા દ્વારા)લોધીકા,તા. ૭: લોધીકાની એસ.બી.આઈ બેંકમાં લાંબા સમયથી સ્‍ટાફની અછત વર્તાય છે ગ્રાહકોની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી થતા બેંક ગ્રાહકોમાં રોષની લાગણી વ્‍યાપી ગયેલ છે.

આ અંગે સામાજિક કાર્યકર અશોકભાઈ વસોયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઇ ઘેટીયા.ગૌરવ હંસોરા ચંદુભાઈ વસોયાએ સબંધિત તંત્રને રજૂઆતમાં જણાવ્‍યું છે કે લોધીકા સહિત આજુબાજુના ૩૮ ગામોના બેંક ગ્રાહકોનો વ્‍યવહાર જે બેંકમાં થાય છે તેવી તાલુકા કક્ષાની એકમાત્ર રાષ્ટ્રીયકૃત બેંક લોધીકા ની એસ.બી.આઇ બેંકમા સ્‍ટાફની ઘણાં લાંબા સમયથી અછત છે આ બેંકમાં આઠ હજાર થી વધુ ખાતા આવેલા છે સ્‍ટાફની અછત ના પગલે ગામડામાંથી બેંક કામકાજે આવતા લોકોની લાંબી લાઈનો જોવા મળે છે તાલુકા કક્ષાના ગામોમાં સૌથી મોટી બેંક હોવા છતાં અહીં પૂરતો સ્‍ટાફ ફાળવવામાં આવતો નથી સ્‍ટાફની ઘટના કારણે પાક ધિરાણ ફેરફાર બદલીની સીઝન હોય બેંકમાં ભારે ભીડ રહે છે સમયસર કામ થતાં ન હોવાના કારણે ઘણા ખાતેદારો તો એસ બી.આઇ. બેંક માથી પોતાના ખાતા અન્‍ય બેંકમાં ટ્રાન્‍સફર કરવા વિચારી રહ્યા છે વધુમાં બેંકનું એ.ટી.એમ મશીન પણ અવાર-નવાર બંધ પડી જાય છે. રાત્રિના સમયમાં લોકોને પૈસાની જરૂરિયાત હોય પણ મશીન બંધ હોય લોકોને મુશ્‍કેલી ભોગવવી પડે છે તેવી જ રીતે પાસબુક એન્‍ટ્રી મશીન પણ ઘણી વખત બંધ પડી જાય છે ત્‍યારે બેંકમાં રજુઆત કરવા છતા ગ્રાહકોને સંતોષકારક જવાબ મળતો નથી આ અંગે બેંકમાં પૂરતો સ્‍ટાફ માટે કામગીરી વ્‍યવસ્‍થિત ધોરણે ચાલે તેવી લોકોની માંગણી છે.

(10:35 am IST)