Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

હાસ્‍ય કલાકાર, સાહિત્‍ય કલાકાર, લેખક સાંઇરામ દવે અને વિમલ મહેતા અમરેલી જિલ્લા સહકારી સંઘની શુભેચ્‍છા મુલાકાતે

અમરેલી : ગુજરાતના શિક્ષક, હાસ્‍ય કલાકાર, સાહિત્‍ય કલાકાર અને લેખક  સાઈરામ દવેએ અમરેલી જિલ્લા સહકારી સંઘની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તે અવસરે અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્‍યક્ષ મનીષ સંઘાણી દ્વારા સાઈરામ દવે અને વિમલ મહેતાનું પુસ્‍તક અને શાલ ઓઢાડી સ્‍વાગત સહ સન્‍માન કરાયું હતું. ત્‍યારે યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિ જેમા સહકારી ક્ષેત્રે મંડળીઓના પ્રશિક્ષણ વર્ગ અને છેવાડાના માનવીને સહકાર દ્વારા આત્‍મનિર્ભર બનાવવાના મુહિમ બાબતે ચર્ચા કરી હતી. આ અવસરે સરદાર પટેલ ક્રેડિટ કો.ઓપરેટીવના મેનેજર મેહુલ નકરાણી, કાર્ડના મંત્રી ભરતભાઈ શિંગાળા, જિલ્લા સંઘના મેનેજર ભાર્ગવ ત્રિવેદી તેમજ સ્‍ટાફગણ ઉપસ્‍થિત રહ્યો હતો. (તસ્‍વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી)

 

(10:35 am IST)