Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

હળવદ શાળા નંબર -૪ બાળા આર્યા આર. ગાંભવાનું શિક્ષણમંત્રીના હસ્‍તે સન્‍માન

હળવદ : મોરબી દરવાજા બહાર આવેલ સરકારી શાળા નંબર-૪ હળવદ ખાતે ધોરણ-૮માં અભ્‍યાસ કરતી શાળાની વિદ્યાર્થીની આર્યા રાજેશભાઈ ગાંભવાએ ગત વર્ષે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન (GIET) અમદાવાદ દ્વારા રાજયકક્ષાના ઓનલાઈન ચિત્રકલા મહોત્‍સવનું આયોજન થયું હતું જેમાં સમગ્ર રાજય માંથી ૧૬૪૦૦ બાળકોએ ભાગીદારી નોંધાવી હતી જેમાં પ્રાથમિક વિભાગમાં આર્યા રાજેશભાઈ ગાંભવાએ સુંદર ચિત્ર દોરીને રજૂ કર્યું હતું જે ચિત્ર સમગ્ર રાજયમાં તૃતીય સ્‍થાને પસંદગી થતા ૬ જૂન સોમવારના રોજ રવીન્‍દ્રનાથ ટાગોર હોલ,અમદાવાદ ખાતે વિજેતા બાળકોને રાજયના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે પ્રમાણપત્ર અને શિલ્‍ડ આપીને સન્‍માન કરવામાં આવ્‍યા હતા અને અભિનંદન પાઠવામાં આવ્‍યા હતા આ તકે શાળાના આચાર્ય રાજેશભાઈ અને શાળા પરિવારે શુભેચ્‍છાઓ પાઠવી હતી. (તસ્‍વીર-અહેવાલ : દિપક જાની-હળવદ) 

(10:34 am IST)