Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વિસાવદરમાં વિદેશયાત્રાએ જતા અગ્રણી વિપ્ર દંપતિને ભવ્‍ય વિદાયમાન : ધારાસભ્‍ય સહિત સમાજ શ્રેષ્‍ઠીઓની ઉપસ્‍થિતિ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૭ : વિસાવદર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ વાડી ખાતે પેન્‍શનર મંડળના પ્રમુખ-પત્રકાર સી.વી.જોશીના અનુજ બંધુ નટુભાઈ વીરજીભાઈ જોશી તથા તેમના ધર્મ પત્‍ની રસિલાબેન જોશી ઓસ્‍ટ્રેલિયાના પ્રવાસે જતાᅠ ભવ્‍ય વિદાયમાન આપવામાં આવ્‍યુ હતુ. જી.વી.જોશીએ સ્‍વાગત, ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયા તથા તેમના ધર્મપત્‍ની નિશાબેન રિબડીયાએ શાલ ઓઢાડી સન્‍માનિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્‍ય રિબડીયા, પૂ.શ્‍યામસુંદર ગીરીબાપુ (પંચવટી આશ્રમ), કરસનભાઈ વાડદોરીયાᅠ (તાલુકા કોંગ્રેસ પ્રમુખ), રમણીકભાઈ દુધાત્રા ( માનવ સેવા સમિતિ અધ્‍યક્ષ), હરેશભાઈ સાવલિયા (વિહિપ જિલ્લા અધ્‍યક્ષ), ભાનુભાઇ જોશી (આનંદધારા પ્રતિનિધિ), ચંદુભાઈ મહેતા, રમણીકભાઈ ગોહેલ (પેન્‍શનર મંડળᅠ મહામંત્રી), એલ.વી.જોશી (રાજય,રાષ્ટ્રીય એવોર્ડ શિક્ષક), ડો.ભાર્ગવ લાલાણી, દિક્ષિત તેરૈયા (મોટીવેશન સ્‍પીકર), વિનુભાઈ પુરોહિત(પત્રકાર), ડો.નરેન્‍દ્ર મહેતા, હસમુખભાઈ રાબડીયા (તા.પં.સદસ્‍ય), રાજેન્‍દ્રભાઈ વિકમા (માંડાવડ સરપંચ), ડી.કે. કાતરીયા, (મહામંત્રી જિલ્લા બક્ષીપંચ મોરચો જુનાગઢ),ᅠ અનકભાઈ વાળા ( કાઠી સમાજ અગ્રણી), દિનુભાઇ વિકમા (પૂર્વ સરપંચ માંડાવડ), ભરતભાઈ રીબડીયા (શહેર ભાજપ પૂર્વ મહામંત્રી), મનોજભાઈ વિકમા (બિલ્‍ડર), વલ્લભભાઈ સાકળીયા (કોન્‍ટ્રાક્‍ટર),ᅠ રતિભાઈ રાદડિયા (રાવણી આચાર્ય), દેવજીભાઈ ગોંડલીયા (પૂર્વ સરપંચ લેરિયા) ઉપસ્‍થિત રહ્યા હતાં.નટુભાઈ જોશીએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.(

 

(10:34 am IST)