Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રસુલપરા (ગીર)ના પ્રતિષ્‍ઠિત ‘મકરાણી પરિવાર'ની પુત્રી કુ.રુહી બ્‍લોચે એસએસસી પરિક્ષામાં ઝળહળતી ફતેહ હાંસલ કરી : ગણિત-વિજ્ઞાનમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૭: સમગ્ર સૌરાષ્ટ્રમાં મકરાણી સમાજમાં સામાજીક દ્રષ્ટીએ અગ્રેસર ગણાતા સ્‍વર્ગસ્‍થ અલીબાપુ, ફકીરાબાપુ અને ઉમરબાપાની આગવી ઓળખ ધરાવતા તાલાલા તાલુકાનાં રસુલપરા(ગીર)નાં ‘બ્‍લોચ પરિવાર'ની સુપુત્રી કુ.રુહી અનવરભાઇ બ્‍લોચે ધો.૧૦ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૯૯.૫૪ પર્સન્‍ટાઇલ એ-૧ રેન્‍ક મેળવી ઝળહળતી ફતેહ હાંસલ કરી છે.

‘રસુલપરા પરિવાર'ના મોભી દિનુભાઇ અલીભાઇ બ્‍લોચની પૌત્રી કુ.રુહીએ ગણીત તથા વિજ્ઞાનમાં ૧૦૦માંથી ૧૦૦, સામાજીક વિજ્ઞાનમાં ૯૬, સંસ્‍કૃત ૯૨, અંગ્રેજી ૮૮, ગુજરાતી ૮૬ ગુણ પ્રાપ્ત કરેલ છે.કુલ-૬૦૦માંથી ૫૬૨ ગુણ મેળવી રસુલપરા (ગીર)નુ ગૌરવ વધારેલ છે.કુ.રુહી બ્‍લોચનાં આ ઝળહળતા પરિણામથી ગુજરાત માધ્‍યમિક- ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનાં પૂર્વ સદસ્‍ય- પ્રિન્‍સિપાલ શ્રી નરેન્‍દ્રભાઇ અરજણભાઇ વાઢેરે ખુશી વ્‍યક્‍ત કરી અભિનંદન પાઠવ્‍યા છે. 

(10:34 am IST)