Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

બાબરા તાલુકાના લોનકોટડા, ઇસાપર, આબલીધાર ત્રંબોડા, નડાળા, રાણપરના માર્ગ ૨.૩૩ કરોડના ખર્ચે મંજુર કામ શરૂ કરાવતા ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમર

ધારાસભ્‍યએ તાલુકાના તમામ માર્ગો નોન પ્‍લાન સિવાયના પૂર્ણ કરી કામ શરૂ કરાવતા સ્‍થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી

(મનોજ કનૈયા દ્વારા) બાબરા તા. ૭ : બાબરા તાલુકામાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાંના માર્ગો રાજય સરકારમાંથી મંજૂર કરાવી તેનું કામ શરૂ કરાવતા રહ્યા છે. તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મહત્‍વના તમામ નોન પ્‍લાન સિવાયના માર્ગો પૂર્ણ થયા છે ત્‍યારે સ્‍થાનિક લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી છે.

બાબરા તાલુકાના છેવાડાના ગ્રામ્‍ય વિસ્‍તારના લોનકોટડા,ઈસાપર,ત્રમ્‍બોડા, નડાળા,રાણપર,ના માર્ગો રૂ ૨.૩૨ કરોડના ખર્ચે રાજય સરકારમાંથી મંજુર કરાવી કામગીરી શરૂ કરાવતા સ્‍થાનિક રાહદારીઓમાં તેમજ ગ્રામજનોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી..

ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે બાબરા તાલુકાના લોનકોટડાથી ઈસાપર આબલીધાર ૮ કિલોમીટર લંબાઈ ૩.૭૫ કિલોમીટરનો રૂ ૧.૨૭ કરોડના ખર્ચે રાજય સરકારમાંથી મંજુર કરી તેની કામગીરીનો શુભારંભ કરાવ્‍યો હતો તેમજ ત્રમ્‍બોડા,નડાળા,રાણપર નો ૭.૫ કિલોમીટરનો ૩.૭૫ની પહોળાઇ સાથેનો ૧ કરોડ.૫ લાખના ખર્ચે મંજુર કરી કામગીરી શરૂ કરેલ છે કુલ બે કરોડ ૩૨ લાખના ખર્ચે માર્ગો મંજુર કરી તમામ માર્ગો શરૂ કરાવતા સ્‍થાનિક ગામના લોકોમાં અને રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી.

ᅠ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્‍યું હતું કે બાબરા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના રોડ રસ્‍તા નોન પ્‍લાન સિવાયના પૂર્ણ કરેલ છે અને તેના માટે ધારાસભ્‍ય તરીકે ગૌરવ અને સંતોષની લાગણી અનુભવું છું ગ્રામ્‍ય વિસ્‍તારના તમામ માર્ગો મજબૂતાઈ સાથે અને ઉત્તમ ગુણવત્તા યુક્‍ત વાળા બની ગામડાઓ સાથે જોડી દીધા છે તાલુકાના લોકો વર્ષોથી નબળા અને બિસમાર માર્ગોમાં હાલાકી ભોગવી રહ્યા હતા પણ હવે તમામ માર્ગો પેવર માર્ગ બનતા લોકોની મુશ્‍કેલી કાયમી રીતે દૂર થશે તેમ અંતમાં ધારાસભ્‍ય ઠુંમરે અંતમાં જણાવ્‍યું હતું.

ᅠ માર્ગોના કામગીરીના શુભારંભ પ્રસંગે ગોવિંદભાઈ ચાવડા, સરપંચ લોન કોટડા પોપટભાઈ સાકરીયા,વિવેકભાઈ સાકરીયા, સરપંચ થોરખાંણ આહીર, વિરજીભાઈ બોદર,પૂર્વસરપંચ હરિશંકર તેરૈયા, વાઘજીભાઈ વિરડીયા, ભીખુભાઇ સાયજા, બોદર સહિતના સ્‍થાનિક અગ્રણીઓ અને લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:31 am IST)