Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વડિયા કુંકાવાવ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરત ચુડાસમાનું પાર્ટીમાંથી રાજીનામુ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૭ : વડિયા - કુંકાવાવ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરત ચુડાસમાએ રાજીનામુ આપ્‍યું છે.

આ અંગે બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ ચુડાસમા સાથે વાતચીત કરતા એવું જાણવા મળ્‍યું હતું કે તાલુકાના તમામ ગામોના સરકારી કામકાજ માટે આવતા લોકોને નિરાશ થવું પડે છે. વડિયા મામલતદાર કચેરી ખાતે ગરીબ પરિવારો ને રેશનકાર્ડ ધારકોનુ કામકાજ થતું ન હોય હું બક્ષીપંચ મોરચાના પ્રમુખ હોવાથી લોકો પોતાની વેદના લયને આવે છે પરંતુ વડિયા પુરવઠા વિભાગના મામલતદાર દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે અને કોઈ કામકાજ કરતાં નથી જયારે અમે સાથે હોય છતાં પણ કામગીરી થતી નથી.

જોકે અગાઉ પણ વડિયા તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી શૈલેષ ઠુંમર સાથે પણ આજ નાયબ પુરવઠા મામલતદાર સાથે રેશનકાર્ડ ને લઇ ને માથાકુટ થઇ હતી અને ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જોકે ભાજપ સરકારમાં ભાજપના જ હોદેદારોના કામ થતાં નથી તો પછી આમ જનતાને શું સમજવું તે વેધક સવાલ ઉપજી રહ્યો છે.

૨૦૨૨ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તમામ રાજકીય પક્ષ દ્વારા શરુ કરાઈ છે ત્‍યારે પાર્ટીમા કાર્યકર્તાને કોઈ બાબતે નિરાશા પણ આજ સમયમા ઠાલવવાનો મોકો મળતો હોય છે. વડિયા ગ્રામપંચાયતની ચૂંટણીમા પોતાના વોર્ડ મા એડિચોંટીનુ જોર લગાવી ભારે બહુમતી અપાવી વર્તમાન સરપંચની જીતમાં જેનો મહત્‍વનો ફાળો હતો તેવા વડિયા કુંકાવાવ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને આહીર યુવા આગેવાન ભરત ચુડાસમા દ્વારા પોતે પૂરતો સમય ફાળવી શકતા ના હોય તે બાબતનુ કારણ ધરીને ભાજપ પાર્ટીના જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજુ ભૂતૈયાને લેખિત રાજીનામુ આપ્‍યું છે. વાસ્‍તવમા લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ તાલુકાના બક્ષીપંચ સમાજના લોકો સ્‍થાનિક તંત્ર સાથે જે કામ સોંપતા તે કામ માટે તંત્ર કોઈ સાંભળતું ના હોય તેનાથી નારાજ થઈને રાજીનામુ આપ્‍યાની ચર્ચા થઈ રહી છે. આવનારા સમયમા આ યુવા નેતાને ભાજપᅠ મનાવી તેની સમસ્‍યાઓ દૂર કરશે કે નહિ તે આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ ચૂંટણી સમયે વડિયા કુંકાવાવ ભાજપમા રાજીનામુ પડતા પાર્ટીના ઉમદા કાર્યકર્તા એ પાર્ટી સામે નારાજગી બતાવી છે.

(10:29 am IST)