Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પરિવારમાં પોતે શરૂઆત કરીને સૌમાં ધર્મભાવના જાગૃત કરવી એ દરેક મહિલાની જવાબદારી છે : નિમાબેન આચાર્ય

વિધાનસભાના અધ્‍યક્ષાની રાજકોટમાં બી.એ.પી.એસ. માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવમાં હાજરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : વિશ્વવંદનીય સંત પ્રમૂખસ્‍વામી મહારાજની જન્‍મ શતાબ્‍દી વર્ષના ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાનમાં બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ અંતર્ગત વિરાટ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાંᅠગુજરાત વિધાનસભાનાં અધ્‍યક્ષ ડો. નિમાબેન આચાર્ય હાજર રહ્યા હતાં.ᅠ

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાનાં અધ્‍યક્ષ ડો. નિમાબેન આચાર્યએ વિશાળ મહિલા સમૂહને ઉદબોધતા જણાવ્‍યું હતું કે, સંવાદ કરવો પરંતુ વિવાદ નહિ, બીજાની ભાવનાને સમજવી. એડજેસ્‍ટ થવાની ક્ષમતા એ પ્રભુ એ મહિલાઓને આપેલી ગિફટ છે. મહિલાઓ ખૂબ પ્રેમ અને લાગણીથી કામ કરે છે. પરંતુ, ગુસ્‍સામાં બોલેલા વેણ બધું બગાડી દે છે. આથી દરેકે એંગર મેનેજમેન્‍ટ તેમજ ટાઇમ મેનેજમેન્‍ટ કરવું. જેથી તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવી શકાય.ᅠ

નિમાબહેને વધુમાં ઉમેર્યું હતું કે, હાલના સમયમાં ગર્ભમાંથી જ સંસ્‍કાર આપવા અને તે માટે સદવાંચન અને સદવર્તન રાખવું એ મહિલાની જવાબદારી છે. દર રવિવારે મારા ઘરે પણ ઘરસભા થાય છે. મારા પૌત્રો રોજ પૂજા-પ્રાર્થના કરે છે. આપણે પોતે ધાર્મિક પૂજા-પ્રાર્થનાની શરૂઆત કરીને સમગ્ર પરિવારને પ્રેરવો જોઈએ.

આ પ્રસંગે નાની બાલિકાઓએ સંપનો સંદેશ આપતું અસરકારક નૃત્‍ય પ્રસ્‍તુત કર્યું હતું. આ પ્રસંગે પ્રમુસ્‍વામી એ કરેલ મહિલા ઉત્‍થાનના કાર્યોને બિરદાવતો સાચા સ્‍વજન- પ્રમુખસ્‍વામી મહારાજેᅠ સંવાદ રજૂ કરાયો હતો. આ સમગ્ર પ્રસ્‍તુતિ ડો. નિમાબેન આચાર્યએ રસપૂર્વક નિહાળી હતી.

અત્રે નોંધનીય છે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્‍વયંસેવિકા મહિલાઓ દ્વારા કરવામાં કરવા આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત મહિલાઓ દ્વારા સંગીતમય પ્રાર્થના, કીર્તનો, યુવતીઓ દ્વારા સુંદર પરંપરાગત સ્‍વાગત નૃત્‍ય દ્વારા કરવામાં આવી હતી. ત્‍યારબાદ દીપ પ્રાકટ્‍ય અને મહાનુભાવોનું સ્‍વાગત કરાયું હતું.

આ પ્રસંગે ડે.મેયર ડો. દશિતાબેન શાહ, રાજવી પરિવારના કાદંબરીબા જાડેજા સહિતના મહાનુભાવો, સાધ્‍વીઓ તથા શહેરના અગ્રણી મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:25 am IST)