Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

મોરબી જિલ્લાના ખેડુત પરિવારની બંને દીકરીઓને ધો.૧૨ બોર્ડની પરીક્ષામાં A-1 ગ્રેડ

(દીપક જાની દ્વારા) હળવદઃ ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહના પ્રસિદ્ધ થયેલા બોર્ડના પરિણામમાં મોરબી જિલ્લાના ઘુંટુ અને ઉંચી માંડલ ગામની ખેડુત પરિવારની દિકરીઓએ એ-૧ ગ્રેડ મેળવી પટેલ પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

કૈલા જૂલી રતિલાલ અને ચાડમિયા ક્રિષ્‍ના ભરતભાઈ હળવદની તક્ષશિલા હોસ્‍ટેલમાં રહીને ધો.૧૨ ની પરીક્ષા આપી હતી અને એ-૧ ગ્રેડ મેળવ્‍યો હતો. મોરબીના ઉંચી માંડલ ગામની ચાડમિયા ક્રિશ્રાએ રિઝલ્‍ટ બાદ જણાવ્‍યું હતું કે હવે પછી ઈગ્‍લીંશ વિષયમાં ગ્રેજ્‍યુએટ થઈ સ્‍પર્ધાત્‍મક કસોટી પાસ કરી મે ઓફિસર બનવાનો ધ્‍યેય રાખ્‍યો છે. જ્‍યારે ઘુંટુની વતની કૈલા જૂલીએ જણાવ્‍યું કે તક્ષશિલા સ્‍કુલના સ્‍ટાફ દ્રારા પ્રશ્રો પૂછો તો પાઠ સમજાવી દે તેવા શિક્ષકોના કારણે બોર્ડમાં એ-૧ ગ્રેડ મેળવી શકી છું. બંને દિકરીઓ સ્‍વાધ્‍યાય પરિવારના બાલ સંસ્‍કાર કેન્‍દ્ર સાથે સંકળાયેલ છે અને નાનપણથી જ જનરલ નોલેજ અને શ્‍લોક કંઠસ્‍થ કરવાથી સ્‍મળતિ શક્‍તિ અને બુદ્ધિ શક્‍તિ સતેજ બન્‍યા છે. જૂલીએ પ્રયત્‍ન અને પ્રભુકળપા થકી ભવિષ્‍યમાં જીપીએસસી પાસ કરી સરકારી ઓફિસર બનવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી.

(12:19 pm IST)