Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વાંકાનેરનાં રાતા વીરડામાંથી ૭ વર્ષના બાળકનું અપહરણ

પરપ્રાંતીય પરિવારનું બાળક ગુમ થતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા શોધખોળ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૬: વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાંથી ૭ વર્ષના પરપ્રાંતીય બાળકનું અપહરણ થતા સનસનાટી મચી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતા વીરડા ગામના શ્‍યામ હોલ કારખાના ભીલ પવન કૈલાશભાઇ મુળ મુરે લીરમી તા. મુનાવર જીલ્લો  ધારના ૭ વર્ષના બાળક રીતેક (ઉ.વ.૭) તા. ૩-૬-રર ના બપોરે ૩-૪ ના વચ્‍ચે કોઇ ઉઠાવી ગયાની ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં કરાઇ છે.
આ બનાવ અંગે પોલીસે આઇપીસી કલમ ૩૬૩ મુજબ ગુન્‍હો નોંધીને બાળકનું અપહરણ કરી જનારની શોધખોળ હાથ ધરી છે.

 

(1:16 pm IST)