Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કેન્‍દ્ર સરકારની યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચીઃ પૂનમબેન માડમ

ભાજપે ભ્રષ્‍ટાચાર ભગાડયો છેઃ પબુભા માણેક : ખંભાળીયામાં કેન્‍દ્ર સરકારની ૮ વર્ષની કામગીરીની પત્રકાર પરિષદમાં માહિતી અપાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬: કેન્‍દ્રની ભાજપની વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના વડપણ હેઠળની સરકારને આઠ વર્ષ પુરા થતાં ખંભાળિયામાં સાંસદ પૂનમબેન માડમની અધ્‍યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્‍યામાં તમામ ક્ષૈત્રના પત્રકારો ઉપસ્‍થિત રહ્યા હતા.
જિલ્લા મીડીયા સેલ ભાજપના કન્‍વીનર હિતેન્‍દ્રભાઇ આચાર્યએ કેન્‍દ્ર સરકારના આઠ વર્ષ પુરા થતાં તેની સાહસ ગાથા વર્ણવી હતી જે પછી ભાજપના મહામંત્રી શૈલેષભાઇ કણઝારીયાએ સરકારની પી.એમ. આશય યોજના ધનજન યોજના, આયુષ્‍યમાન ભારત યોજનાની દેશની કરોડોની જનતાને થયેલો ફાયદો જણાવ્‍યો હતો.
મહામંત્રી મયૂરભાઇ ગઢવીએ શૌચમુકત ભારત, હર ઘર નલ યોજના, સહજ બીજલી યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પી. એમ. કિશાન યોજના તથા ડીઝીટલ ભારતની સિદ્ધિઓ વર્ણવી હતી.
દ્વારકાના ધારાસભ્‍ય પબુભા માણેકે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ભારતે દેશ તથા દુનિયામાં પ્રાપ્‍ત કરેલ માનભર્યું સ્‍થાન, નિકાસમાં વધારો વિશ્‍વમાં ગૌરવયુકત સ્‍થાન સાથે દેશમાં ભ્રષ્‍ટાચાર અટકાવવામાં ભાજપની સરકાર સફળ રહીનું જણાવ્‍યું હતું.
કેન્‍દ્ર સરકારની યોજના પ્રત્‍યેક ઘર સુધી પહોંચી હોવાનું જણાવીને સાંસદ પૂનમબેન માડમ દ્વારા આઠ વર્ષમાં અનેકવિધ યોજનાથી અગાઉની કોંગ્રેસ સરકારો કરતા ટુંકા ગાળામાં કેન્‍દ્રની ભાજપ સરકારે અનેક ગણી પ્રગતિ કર્યાની વિગતો ઉદાહરણો સાથે આપી હતી.
ર૦૧૪ સુધી એઇમ્‍સ હોસ્‍પીટલની સવલતો દેશમાં માત્ર ૭ હતી તે રર ના પહોંચી છે, ૪૩૭૦ શહેરોમાં જીલ્લામાં શૌચ મુકત બનય છે. જી.એસ.ટી. દાખલ થયો ત્‍યારે તેની વિપક્ષો મશ્‍કરી કરતા ગરબડીયો ટેકસ તે મે ર૦રર માં ૧.૪૧ લાખ કરોડનો ટેકસ મળતો થયો છે!! ર૦ર૪ માં હર ઘર નળ યોજના પહોંચી જશે. ૩.૪ લાખ કરોડ કિશાનોને ક્રેડીટ કાર્ડ, એલ.ઇ.ડી. લાઇટ ઉત્‍પાદનમાં ભારત વિશ્‍વમાં પ્રથમ, સૌર ઉર્જા નવીનીકરણ ઉર્જામાં વિશ્‍વમાં ચોથું સ્‍થાન મેઇક ઇન ઇન્‍ડીયા પ્રોજેકટ હેઠળ દેશમાં બનેવી સ્‍પીડ ટ્રેઇન વંદે માતરમ એકસપ્રેસ ત્રણ વર્ષમાં ૪૦૦ નવી ટ્રેઇનો શરૂ થશે.
સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલાર જામનગર દ્વારકા જિલ્લામાં પણ કેન્‍દ્ર સરકાર દ્વારા ૮૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે બેટ દ્વારકાનો સીગીંયી બ્રીજ, કરોડોના ખર્ચે દ્વારકા જગત મંદિરનો પ્રવાસન સ્‍થળમાં સમાવેશ, ૧૧૦૦ કરોડના ખર્ચે નેશનલ હાઇવે વિશ્‍વનું સૌ પ્રથમ ૧૮૮ દેશનું આયુર્વેદ સારવાર કેન્‍દ્ર જામનગરમાં સ્‍થાપ્‍યું.
કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ અનીલભાઇ તન્‍ના, તાલુકા પ્રમુખ કિશોરસિંહ જાડેજા, અગ્રણીઓ તા.પં. પ્રમુખ રામદેભાઇ આહિર, પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર અગ્રણીઓ હરિભાઇ વાઘજી નકુમ, હિતેશભાઇ પિંડારીયા, પરબતભાઇ ભાદરકા, ઇન્‍દ્રજીતસિંહ પરમાર, હસુભાઇ ધોળકીયા, અશોકભાઇ કાનાણી, પરબતભાઇ આહિર વિ. ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ મીડીયા કન્‍વીનર હિતેન્‍દ્રભાઇ આચાર્યએ કરી હતી તથા સહ કન્‍વીનર જયસુખભાઇ મોદી, શહેર મીડીયા દિલીપસિંહ ચાવડાએ આયોજનમાં જહેમત ઉઠાવી હતી.

 

(11:36 am IST)