Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પડધરી નજીક સ્ટેટ મોનીટરીંગ ટીમનો ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઉપર દરોડો:કરોડોની મશીનરી અને વાહનો કબ્જે

હરીપર ખારી ગામ, આજી-૩ ડેમના કિનારાવાળી જ્ગ્યાએ ગેરકાયદેસર રેતી ખનન તથા વહન અંગે દરોડો કરી કુલ રૂપિયા ૧,૯૭,૧૫,૨૩૮-નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ : આશીષ ભાટિયા IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા નીરજા ગોટરુ IPS, અધિક પોલીસ મહાનિદેશક, સ્ટેટ મોનીટરીંગ સેલ તથા નિર્લિપ્ત રાય IPS, પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ નાઓએ આપેલ સુચના આધારે કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને બાતમી હકિકત મળેલ કે, પડધરી તાલુકાના હરીપર ખારી ગામ, આજી-૩ ડેમના કિનારાવાળી જગ્યાએ ટીનુભા જાડેજા, (રહે.ખાખડાબેલા, તા.પડધરી, જિ.રાજકોટ )તથા મોડાભાઈ ભરવાડ( રહે.હરીપર ખારી ગામ, તા.પડધરી, જિ.રાજકોટવાળા )કોઈ ખાણ ખનીજ વિભાગની લીઝ કે મંજુરી લીધા વગર બેફામ રેતી ચોરી કરી રહેલ છે.” તે માહિતી આધારે રેઈડ કરતાં, સ્થળ ઉપરથી હિટાચી મશીન વાહન-૦૧, કિં.રૂ.૫૦,૦૦,૦૦૦, ડમ્ફર વાહનો નંગ-૦૬, કિં.રૂ.૧,૨૦,૦૦,૦૦૦, બે ડમ્ફર વાહનોમાં ભરેલ સાદી રેતી (ખનીજ) કુલ વજન ૪૪.૮૨ મેટ્રીક ટન, કિં.રૂ.૧૫,૨૩૮, રેતી ડેમમાંથી કાઢવા ઉપયોગમાં લેવાતી નાની-મોટી બોટ નંગ-૦૭, કિં.રૂ.૨૬,૦૦,૦૦૦ તથા ટુ-વ્હિલર વાહન નંગ-૦૪, કિં.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૯૭,૧૫,૨૩૮નો મુદ્દામાલ કબ્જે કરી, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે

(8:54 pm IST)