Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પાટડીના ઘાસપુર ગામે ફેકટરીમાં ગુંગળાઇ જવાથી ર કામદારના મોત

બંને પરપ્રાંતીય યુવકોનાં મોતથી અરેરાટી : ટાંકામાં ઉતરીને કામગીરી કરતી વખતે દુર્ઘટના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૮ : પાટડીના ઘાસપુરની કેમિકલ ફેક્ટરીમાં ગુંગળાઇ જવાથી બેના કમકમાટી ભર્યા મોત થયા છે. 
વિરમગામ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા બંનેની લાશોને ટાંકામાંથી બહાર કઢાઇ છે. 
પાટડી પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી.  પ્રા માહિતી મુજબ પાટડી તાલુકાનાં ઘાસપુર ગામે આવેલી વેસ્ટેજ મટીરીયલની કચરો નાશ કરવાની ફેક્ટરીમાં બે મજુરોનાં ટાંકીમાં ગુંગળાઈ જવાથી મોત નિપજતા અરેરાટીની લાગણી ફેલાયેલ છે.  આ અંગેની જાણવા મળતી વધુ વિગત ઍવી છેકે, પાટડી તાલુકાનાં ઘાસપુર ગામે ઈકો કેર નામની કચરો નાશ કરવા માટેની વેસ્ટેજ મટીરીયલની ફેક્ટરી આવેલ છે. જેમાં કચરો નાશ કરીને બાજુની ટાંકીમાં કેમીકલયુક્ત પાણી જમા થાય છે. ઘટનામાં કેટલાક મજુરો કામ કરી રહ્ના હતા. ત્યારે દાહોદ જિલ્લામાંથી મજુરી અર્થે આવેલા હરેશ વિરસંગભાઈ ડામોર અને સંજય નરપતભાઈ ડામોર નામનાં બે મજુરો આ ટાંકીમાં અકસ્માતે પડી ગયા હતા. ઍક મજુર પડી જતા તેને બચાવવા જતા બીજો મજુરં પડયો હતો. જેમાં સર્જાયેલી દુર્ઘટનામાં બન્ને મજુરોનાં ગુંગળાઈ જવાથી મોત નિપજેલ હતા. જ્યારે અન્ય બે મજુરોને અસર થતા વિરમગામ હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવેલ છે. બનાવની જાણ થતા પાટડી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

(11:09 am IST)